રવાપરમાં પ્રીમિયર લીગમાં હરિઓમ ઇલેવન વિજેતા

રવાપરમાં પ્રીમિયર લીગમાં  હરિઓમ ઇલેવન વિજેતા
રવાપર (તા. નખત્રાણા), તા. 12 : અહીંના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોર્નિંગ ક્રિકેટ કલબ યોજિત આરપીએલ સુપર સેવન પ્રીમિયર લીગમાં આઠ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા બાદ મોગલ કૃપા ઇલેવનને હરાવીને હરિઓમ ઇલેવન વિજેતા બની હતી. હરિઓમ ઇલેવન, પરશુરામ ઇલેવન, મોગલ કૃપા ઇલેવન, શિવશક્તિ ઇલેવન, કે.કે.સી. ઇલેવન, જય માતાજી ઇલેવન, બાપા દયાળુ ઇલેવન, મા મઢવાળી ઇલેવને ભાગ લીધો હતો. હરિઓમની જીતમાં લગધીરસિંહ સોઢાનો મુખ્ય ફાળો રહ્યો હતો, ત્યારે હરિઓમ ઇલેવનના કપ્તાન પંકજ રૂપારેલને ફાઇનલ ટ્રોફી અને મોગલ કૃપા ઇલેવનના પ્રવીણદાન ગઢવીને રનર્સઅપ ટ્રોફી અર્પણ કરાઇ હતી. મેન ઓફ ધી સિરીઝ પંકજભાઇ રૂપારેલ, બેસ્ટ બોલર મોસીન સોતા, ફાઇનલ મેન ઓફ ધી મેચ લગધીરસિંહ સોઢા અને બન્ને ટીમોને શિલ્ડથી સન્માનિત કરાઇ હતી. ટ્રોફીના દાતા સ્વ. જેઠુભા ખેંગારજી જાડેજા - હ. રાજુભા જાડેજા, અજિતસિંહ જાડેજા રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને તા.પં. વિરોધપક્ષના નેતા અશ્વિનભાઇ રૂપારેલ, ગણેશ મંડળના પ્રમુખ વિનોદભાઇ અનમ, ઘડાની માજી સરપંચ વિનોદપુરી ગોસ્વામી, વ્યાયામ શિક્ષક હિતેન્દ્ર પરમાર,  હરેશ રૂપારેલ, ગ્રામ પંચાયત સભ્ય રમેશભાઇ ગઢવી,  પરેશ રૂપારેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  આયોજન અને સંચાલન મોર્નિંગ ક્રિકેટ કલબના સૌ સભ્યોએ કર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer