પર્થ-ઓસ્ટ્રેલિયામાં પંચાબ્દી મહોત્સવ ઊજવાયો

પર્થ-ઓસ્ટ્રેલિયામાં પંચાબ્દી મહોત્સવ ઊજવાયો
કેરા (તા. ભુજ), તા. 12 : કચ્છના નૂતન કેન્દ્ર સમ પર્થ ઓસ્ટ્રેલિયા સ્વામિનારાયણ મંદિરના પંચાબ્દી મહોત્સવે અનેક ધાર્મિક આયોજનો કરાયા હતા.ભુજથી 25 સંતોનીઉપસ્થિતિમાં ઉત્સવ રંગેચંગે ઊજવાયો હતો. આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીનું આગમન  થયું હતું. સત્સંગી જીવન ગ્રંથ પારાયણની પોથીયાત્રા, ઘનશ્યામ જન્મોત્સવ, રાસોત્સવ, યુવતી મંડળ (બાલિકા મંચ), સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન સંધ્યા, ધ્વજ પૂજા-અભિષેક, રાજોપચ્ચાર પૂજન સહિતના અનુષ્ઠાનો ભુજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતો પાર્ષદવર્ય જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શ્રીહરિદાસજી સ્વામી, ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી આદિ વડીલ સંતોની ઉપસ્થિતિમાં ભુજ મંદિરનામહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની આજ્ઞા-આશીર્વાદથી આરંભાયા હતા. બહોળી સંખ્યામાં હરિભક્તો ભારત, યુ.કે તથા સિડની, મેલબોર્ન, એડીલેઈડથી પણ જોડાયા હતા. આ પ્રસંગે આશીર્વાદ આપતાં કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે કહ્યું, પર્થ ઓસ્ટ્રેલિયાના કચ્છ સત્સંગનું કેન્દ્ર છે. દાતાઓ-યજમાનો, યુવન-યુવતીઓ અને બાળ સંસ્કાર પ્રવૃત્તિઓને ભવિષ્ય નિર્માણ માટે આવકાર્ય ગણાવી હતી. સત્સંગી જીવન કથાના સૂત્રો શાત્રી નારાયણમુનિદાસજી સ્વામી, યુવા તેજસ્વી કથાકાર શાત્રી અક્ષરમુનિદાસજી સ્વામીએ સમજાવ્યા હતા. શબ્દ સંકલન ભુજ મંદિરના વિદ્વાન સંત શાત્રી અક્ષરપ્રકાશદાસજીએ કર્યું હતું. વરિષ્ઠ હરિભક્તોએ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer