વિવેકાનંદજીના આદર્શોને આગળ વધારજો

વિવેકાનંદજીના આદર્શોને આગળ વધારજો
ભુજ, તા. 12 : સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીએ યુવાદિનના ઉપલક્ષમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભુજમાં `યુવા ગર્જના રેલી' પ્રસંગે લાલન કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના સામાજિક ન્યાય અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ રાજ્યપ્રધાન વાસણભાઈ આહીરે યુવાનોને સ્વામી વિવેકાનંદજીના આદર્શો અને મૂલ્યોને  મક્કમતાથી આગળ વધારવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રી આહીરે વધુમાં જણાવ્યું હતું કે, કર્મ?કર્યા?સિવાય માણસ સફળ થતો નથી, કર્મને પ્રાધાન્યતા આપી આગળ વધી ભારતને વિશ્વગુરુ બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યોમાં ભારતના ભાવિ સમાન યુવાપેઢીને સ્વામી વિવેકાનંદજીના જીવન મૂલ્યોને આધારે ચારિત્ર્યવાન  અને રાષ્ટ્ર માટે નિષ્ઠાવાન બની આગળ વધવા પ્રેરિત કર્યા હતા. રાજ્યમંત્રી શ્રી આહીરના હસ્તે ગાંધીજી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ, લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ સહિતની વેશભૂષામાં  સજ્જ વિવિધ હાઈસ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને ઈનામ કિટ અર્પણ  કરાઈ હતી. કાર્યક્રમના મુખ્ય વકતા સ્વામી પ્રદીપ્તાનંદજીએ 1893માં શિકાગોની ધર્મસભામાં સ્વામી વિવેકાનંદના સંબોધનની વાત કરતાં ભારતની ઓળખ પ્રમાણિકતા અને પવિત્રતા છે તેમ જણાવી વિવેકાનંદજીના સ્વપ્નનું ભારત નિર્માણ કરવા હાકલ કરી હતી.  આ પ્રસંગે નગરપ્રમુખ અશોક હાથી, તા.પં. પ્રમુખ કંકુબેન ચાવડા, જિલ્લા ભાજપાના શૈલેન્દ્રસિંહ જાડેજા, યુનિ. કાઉન્સિલ સભ્ય પ્રવીણ પિંડોરિયા, શ્રવણસિંહ વાઘેલા, તાલુકા ભાજપાના પ્રમુખ ધનજીભાઈ ભુવા, નવીન વ્યાસ, યુવા ભાજપાના રાહુલ ગોર, તા.પં. ઉ.પ્ર હિતેશ ખંડોર, પ્રિન્સિપાલ પરેશ રાવલ, પ્રો. મેહુલ શાહ, શિક્ષણાધિકારી શ્રી વાઘેલા, એબીવીપીના મનોજભાઈ ગઢવી, રામ ગઢવી તથા છાત્રગણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી આહીરે આર.આર. લાલન  કોલેજની મુલાકત લઈ કોલેજ એજયુકેશન, સુવિધા, છાત્રગણને તેમની સમસ્યાઓ બાબતે વિષદ જાણકારી  મેળવી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer