રાપરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ સામે તપાસનો ધમધમાટ

રાપરમાં ચાઇનીઝ દોરી અને  તુક્કલ સામે તપાસનો ધમધમાટ
રાપર, તા. 12 : ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને જિલ્લા કલેકટર રેમ્યા મોહન, વનતંત્ર તથા પોલીસના સંયુક્ત ઉપક્રમે કચ્છમાં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું તેના ભાગરૂપે કોઇપણ પ્રકારની ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલનું વેચાણ ન થાય તે માટે શુક્રવારે રાપરમાં પોલીસ દ્વારા તપાસ ઝુંબેશ ચલાવાઇ હતી. ઇન્સ્પેકટર વી.પી. જાડેજા, પીએસઆઇ નાંદોલિયા, ઇન્ચાર્જ આરએફઓ વી. આઇ. જોશી, બી. ડી. વાઘેલા, નરશીભાઇ ઝાપડિયા, બાબુભાઇ રબારી, સંજયભાઇ, શરતાણભાઇ સહિતના પોલીસ અને જંગલ તંત્રના અધિકારીઓએ શહેરમાં પતંગો અને દોરીના વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું અને ધંધાર્થીઓને ચેતવણી આપી હતી કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા પકડાશો તો કડક પગલાં લેવામાં આવશે. ઓચિંતા ચેકિંગથી ફફડાટ વ્યાપી ગયો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer