અબડાસામાં ભાજપ કાર્યકરોને લોકસભા માટે તૈયાર થવા હાકલ

અબડાસામાં ભાજપ કાર્યકરોને લોકસભા માટે તૈયાર થવા હાકલ
નલિયા, તા. 12 : અબડાસા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં પરાજિત ભાજપના ઉમેદવાર છબીલભાઈ પટેલ દ્વારા દયાપર અને નલિયા ખાતે કાર્યકરો સાથે મિલન યોજી કાર્યકરોને હતાશ નહીં થવા  અને આવનારી ચૂંટણીઓમાં નવા જોમ સાથે લડી લેવા હાકલ કરી ત્રણેય તાલુકાના લોકોની પડખે રહેવા કોલ આપ્યો હતો. બંને સ્થળે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઊમટેલા કાર્યકરોને સંબોધતાં પૂર્વ ધારાસભ્ય શ્રી પટેલે જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર-જીત તો થાય બે માંથી એક જીતે છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોએ ખૂબ મહેનત કરી તે બદલ તેમણે આભાર પણ માન્યો હતો. પોતે પણ એક સામાન્ય કાર્યકર  બનીને ગામે ગામ સરકારની વિકાસલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચાડશે તેવી ખાતરી આપી હતી.  કોઈને હતાશ થવાની જરૂર નથી, આવનારી 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ કરી દેશું અને પુન :  નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતમાં  સરકાર બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. નલિયામાં  અગ્રણીઓ મૂળરાજભાઈ ગઢવી,  કાનજીભાઈ ગઢવી, અલાના ભૂંગર, છત્રસિંહ જાડેજા, અજય જોશી, કાદરશા બાવા, ગુલાબ કટુઆ, જુવાનસિંહ જાડેજા, આધમભાઈ જત તો દયાપર ખાતે વેશલજી તુંવર, રાજુભાઈ સરદાર, રમેશભાઈ જોશી, સુરેન્દ્રસિંહ જાડેજા, હસમુખ પટેલ, ઓસમાણભાઈ, દેવજીભાઈ  કોલી વગેરે હાજર રહ્યા હતા. નલિયામાં સંચાલન વાડીલાલ પોકારે કર્યું હતું. તો તુષાર ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી. જગદીશગિરિએ આભાર માન્યો હતો.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer