રાપરની જીત લેવા પટેલ માટે ગૌરવરૂપ

રાપરની જીત લેવા પટેલ માટે ગૌરવરૂપ
કેરા (તા. ભુજ), તા. 12 : જ્ઞાતિય ઐકય અને પ્રગતિના સિદ્ધાંતો-ભાવના મુજબ રાપર વિધાનસભાની જીત ન માત્ર વાગડનો લેઉવા પાટીદાર પરંતુ સમગ્ર કચ્છી લેવા પટેલ જ્ઞાતિ માટે પણ ગૌરવરૂપ ઘટના છે. તાજેતરમાં નવનિર્વાચિત ધારાસભ્ય ભુજ સમાજના મોભીઓને મળ્યા ત્યારે આવી લાગણી વ્યક્ત થઈ હતી. આરોગ્ય સેવાને ધનશ્રેષ્ઠી ભચુભાઈ આરેઠિયાએ વખાણી હતી. ભુજની માતા મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરની મુલાકાતે આવેલા રાપર મતવિસ્તસારના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા તેમજ દાનવીર ભચુભાઈ આરેઠિયાએ કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ હરિભાઈ કેશરા હાલાઈ, મંત્રી રામજી સેંઘાણી, મોભી અરજણભાઈ પિંડોરિયા સાથે સમાજની પ્રગતિ અને શુભેચ્છાની આપ લે કરી હતી. રાપરમાં લેઉવા પટેલની દીકરી જીતી તે સમગ્ર કચ્છી લેવા પટેલ સમાજ ચોવીસી માટે પણ ગૌરવરૂપ ઘટના છે. ભવિષ્યમાં આ નાતો વધુ મજબૂત બને, વાગડના પંથે રાજકીય દૂરંદેશીપણું, જ્ઞાતિના ઉત્થાન અને આત્મગૌરવ માટે પક્ષીય સૂગ ત્યજ્વા સહિતના મુદ્દાઓ પર ઔપચારિક ચર્ચાઓ થઈ હતી. એક છત્રે ટ્રોમા સેન્ટર જેટલી સગવડો ધરાવતી લેવા પટેલ હોસ્પિટલ વાગડ સમાજ માટે પણ ગૌરવરૂપ હોવાનું જણાવતાં ધનશ્રેષ્ઠી ભચુભાઈ આરેઠિયાએ સહયોગી બનવાની લાગણી દર્શાવી હતી. હોસ્પિટલના વિભાગો નિહાળી થઈ રહેલી આરોગ્યસેવાને વખાણી હતી. સમાજના મોવડીઓ વીરમભાઈ રાબડિયા, વેલજીભાઈ પિંડોરિયા, દાતા દેવશીભાઈ હાલાઈ, યુવક સંઘના મંત્રી વસંત પટેલ, વાગડના અગ્રણી શાંતિલાલ ઠક્કર, જિ.પં. સદસ્ય રાણીબેન પરમાર, ભુજ સમાજના દાતાઓ ઉપસ્થિત હતા. ધારાસભ્યે કચ્છી લેવા ચોવીસીની માહિતી મેળવી પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer