વૈદિક પરંપરાઓના પાલન ઉપર ભાર

વૈદિક પરંપરાઓના પાલન ઉપર ભાર
ગાંધીધામ, તા. 12 : ભૂંકપમાં અનાથ બાળકો માટે જીવન પ્રભાત ગાંધીધામ, સુનામીમાં અનાથ બાળકો માટે જીવન પ્રભાત પોંડિચેરી સહિતના સેવાકીય પ્રકલ્પોનું સંચાલન કરતી સંસ્થા આર્યસમાજ ગાંધીધામના ત્રિદિવસીય 64મા વાર્ષિક અધિવેશનનો આજથી આરંભ થયો હતો. આ વેળાએ વૈદિક પરંપરાઓનું પાલન કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગાંધીધામના ઝંડા ચોક ખાતે આયોજિત સમારોહનો આરંભ આત્મકલ્યાણ સંકલ્પ મહાયજ્ઞથી થયો હતો. જેમાં 21 દંપતીઓ જોડાયા હતા. ધ્વજારોહણ બાદ યોજાયેલા સંમેલનમાં પાણિની કન્યાવિદ્યાલય વારાણસીના આચાર્ય નંદિતા શાત્રે આર્ય વીરાંગના દલ દિલ્હીના સાધ્વી ઉત્તમાપતિજી, નોયડા ગુરુકુળના આચાર્ય જયેન્દ્રજીએ વકતવ્ય આપ્યા હતા. વક્તાઓએ વૈદિક પરંપરાના પાલનની વાત પર ભાર મૂકી તેના થકી જ ઘરને સ્વર્ગ બનાવી શકાય તેવું જણાવ્યું હતું. સંમેલનમાં પંચ મહાયજ્ઞ દરેક પરિવારનો ભાગ હોય તેવી લાગણી પણ?વ્યક્ત કરાઈ હતી. વૈદિક સંધ્યાનો હવન, વિન્દ યજ્ઞ, માતા-પિતાની સેવા - અતિથિ યજ્ઞ અને જીવજંતુની સેવા આ પાંચ સૂત્ર પંચ મહાયજ્ઞના છે. આ યજ્ઞ થકી સમાજ અને પરિવારમાં સુખ વધશે તેવું વક્તાઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે સાંજે ઝંડા ચોક સ્થિત આર્યસમાજ પાસેથી ઓમ ધ્વજ સાથે શોભાયાત્રા નીકળી હતી, જે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આર્યવીર દળના બાળકોએ કસરતના દાવ, લાઠી, લેજિમ, માર્શલઆર્ટના કરતબ બતાવ્યા હતા. શોભાયાત્રામાં સુધરાઈ પ્રમુખ ગીતાબેન ગણાત્રા, જીડીએના પૂર્વ અધ્યક્ષ મધુકાંત શાહ, ચંદન જૈન, અગ્રવાલ સમાજના પ્રમુખ સુરેશ ગુપ્તા, ડી.કે. અગ્રવાલ, ભગવાનદાસ ગુપ્તા, રાજુ પિંજલાણી, મોહન ધારશી ઠક્કર, રાજભા ગઢવી, સંજય ગાંધી, સુરેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવું આર્યસમાજ ગાંધીધામના પ્રધાન વાચોનિધિ આર્યએ જણાવ્યું હતું. ત્રિદિવસીય સંમેલનમાં સ્વામી આર્ય તપસ્વી (દિલ્હી), સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા દિલ્હીના પ્રધાન સુરેશચંદ્ર આર્ય, આર્ય પ્રતિનિધિ સભા  અમેરિકાના પ્રધાન વિશ્રૃત આર્ય, મહામંત્રી ભુવનેશ ખોસલા, આર્ય પ્રતિનિધિ સભા દિલ્હીના મહામંત્રી વિનય આર્ય, સુનીલ માનકાલા (મુંબઈ), ચંદ્રભૂષણ ગિરોત્રા (મુંબઈ), આર્ય પ્રતિનિધિ સભા ગુજરાતના મહામંત્રી હસમુખ પરમાર, ગાંધીધામ આર્ય સમાજના ગુરુદત્ત શર્મા, મોહન જાંગીડ, ખેમચંદ જાંગીડ, જેન્તી કોરીંગા, રાજેન્દ્ર ગૌડ તેમજ બહોળી સંખ્યામાં આર્યસમાજ પરિવારો જોડાયા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer