મહિલાઓ સશક્ત બનીને રાષ્ટ્ર વિકાસ માટે પોતાનું યોગદાન આપે

મહિલાઓ સશક્ત બનીને રાષ્ટ્ર વિકાસ માટે પોતાનું યોગદાન આપે
ભુજ, તા. 12 : ઈન્નર વ્હીલ કલબ ઓફ ભુજ ફલેમિંગો ડિસ.305 તથા કચ્છમિત્ર દૈનિક (મીડિયા પાર્ટનર)ના સંયુકત ઉપક્રમે મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા યોજાયેલા કાર્યક્રમ સ્પર્શ-2018ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. હોટલ વિરામ ખાતે પૂર્ણાહૂતિને યાદગાર અને રંગારંગ બનાવવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો, કલબ સભ્યો અને પ્રોજેકટમાં ભાગ લેનાર બહેનોનું સ્વાગત હલ્દી ચંદન અને સુંદર સુવાસ વડે કરવામાં આવ્યું હતું. પૂર્ણાહૂતિ પ્રસંગે બહેનો માટે સલાડ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ભુજની ઈન્ટર ઈન્નર વ્હીલ કલબની પણ એક બેઠક કરવામાં આવી હતી. ઉપસ્થિત મહિલાઓ તથા મહેમાનોએ કાર્યક્રમને બિરદાવ્યો હતો તથા ભવિષ્યમાં પણ આવા આયોજનો મોટાપાયે થતા રહે તેવી આશા વ્યકત કરી હતી. આ પ્રસંગે વરિષ્ઠ મહેમાન ઉષાબહેન ઠક્કરે તમામ મહિલાઓને ત્રી સશક્તિકરણની ભાવના મજબૂત બનાવવા તથા સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે યોગદાન આપવા હાકલ કરી હતી. અંદાજે 150થી વધુ મહિલાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દરેકને પ્રતીક ભેટ તથા કલબના ઉપક્રમે વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા. સમગ્ર પ્રોજેકટ દરમ્યાન જે જે બહેનોએ ભાગ લીધેલો તેમને પણ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલા હતા. કૃષ્પા એમ. જોષી તથા રચના એમ. શાહે જહેમત ઉઠાવી હતી. કચ્છમિત્ર દૈનિકનો પણ સહયોગ હોઈ આયોજક અને કલબના સેક્રેટરી કૃપાબેન એમ. જોષીએ કલબ વતી કચ્છમિત્રનો વિશેષ આભાર માની ભવિષ્યમાં પણ સાથે આવા સામાજિક આયોજનો કરવાની આશા વ્યકત કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer