નવી દુધઈની પોસ્ટ ઓફિસ હાઈટેક યુગમાં

નવી દુધઈની પોસ્ટ ઓફિસ હાઈટેક યુગમાં
નવી દુધઈ (તા. અંજાર), તા. 12 : કેન્દ્ર સરકારની આર.આઈ.સી.ટી. યોજના અંતર્ગત ગામડાંની તમામ બ્રાન્ચને ઓનલાઈન કરી પેપરલેસ કરવાના આયોજન હેઠળ અહીંની પોસ્ટ ઓફિસ હાઈટેક યુગમાં પ્રવેશી રહી છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ `દર્પણ' હેઠળ કચ્છમાં 64 જેટલી સબ પોસ્ટ ઓફિસ અને 434 બ્રાન્ચ ઓફિસ આવેલી છે. જેમાંથી 130 બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સી.બી.એસ. સાથે જોડાઈ ચૂકી છે. આ અંગે એસ.પી. આર.એન. મહેશ્વરીએ જણાવ્યું હતું કે ભુજ પોસ્ટ ઓફિસમાં આઈપીપીબી બેંકનું લાયસન્સ મળી ગયું છે જેનાથી ખેડૂતોને સબસિડી તેમજ અન્ય ખાતેદારોને સરકારની તમામ યોજનાઓનો લાભ ઓનલાઈન મળી શકશે,  તો પોસ્ટ માસ્તર અમૂલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, બીઓ લેવલે ખોટ ખાતી પોસ્ટ ઓફિસના હિત ખાતર ખાતેદારો સાથે હકારાત્મક વલણ અપનાવવું પડશે. તેમણે કહ્યંy કે, તમામ બ્રાન્ચ ઓફિસમાં એટીએમ સુવિધા ઉપલબ્ધ થશે, લોકોને ઘેરબેઠા રૂપિયા મળી શકશે. ઓનલાઈન પ્રક્રિયા થકી એસ.બી. ડિપોઝિટ, વિડ્રોલ, નવું ખાતું, એસ.આર.ડી.માં ડિપોઝિટ અને ટી.ડી.ના નવા ખાતાનું ટ્રાન્જેકશન થઈ શકશે. ભરતભાઈ અબડા, લખનભાઈ ગઢવી, ધવલભાઈ ઠક્કર તમામ બ્રાન્ચ પોસ્ટ માસ્તરને સી.બી.એસ.ની ટ્રેનિંગ આપી રહ્યા છે. ત્રણ દિવસની ટ્રેનિંગ બાદ તમામને ડિવાઈસ અપાશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer