ગાંધીધામમાં મહિલા હત્યા કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવાયા

ગાંધીધામ, તા. 12 : શહેરની અમરચંદ સિંઘવી શાળા પાછળ બાવળની ઝાડીમાં એક મહિલાની થયેલી હત્યાના બનાવમાં આરોપીને નિર્દોષ ઠરાવી તેને છોડી મૂકવાનો આદેશ કોર્ટે કર્યો હતો.શહેરના વાલજી કાના આહીર વિરુદ્ધ ગત તા. 6/2/2016ના પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ મુજબ આરોપીએ એક મહિલાને પોતાની બાઈક ઉપર બેસાડી અમરચંદ સિંઘવી શાળાની પાછળ બાવળોની ઝાડીમાં લઈ જઈ સાડી વડે ગળે ટૂંપો આપી તેનું ઢીમ ઢાળી નાખ્યું હતું. આ પ્રકરણમાં આરોપીની ધરપકડ બાદ આ કેસ અહીંની બીજા સેશન્સ જજની કોર્ટમાં આવી ગયો હતો. જેમાં આધાર પુરાવા ચકાસી ન્યાયાધીશે આ આરોપીને નિર્દેષ જાહેર કરી તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. આરોપીના વકીલ તરીકે ધારાશાત્રી વરજાંગ એલ. ગઢવી રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer