ગળપાદરમાં પાંચ લાખની જીપકાર તફડાવી જવાઈ

ગાંધીધામ, તા. 12 : તાલુકાનાં ગળપાદર ભવાનીનગર-2માંથી કોઈ શખ્સો રૂા. 5 લાખની બોલેરો જીપની તફડંચી કરી નાસી ગયા હતા. ભવનીનગર-2 ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગત તા. 31/12/2017થી 1/1/2018 એક રાત્રિ દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. અહીં ઘર પાસે પાર્ક કરાયેલી બોલેરો જીપ નંબર જી.જે.12 -?બી.ટી.-0074 કિંમત રૂા. 5 લાખવાળીને ગમે તે  રીતે ચાલુ કરી નિશાચરો તેને હંકારી ગયા હતા. આ જીપમાં લાગેલી જી.પી.એસ. સિસ્ટમ પણ તસ્કરોએ કાઢી નાખી હતી. છેલ્લે પશુડા બાજુ તેનું લોકેશન આવ્યું હતું. આ અંગે ભારતનગર 9 એ.જી.ના રામભા રામસુરભા ગઢવીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer