`રાહગિરિ''ના પતંગોત્સવથી કાલે ભુજનું આકાશ રંગબેરંગી બનશે

ભુજ, તા. 12 : ભુજવાસીઓ આ વખતે પતંગોત્સવની ઉજવણી બેવડા ઉત્સાહથી કરશે. રાહગિરિએ આ વખતે આકાશી ઉજવણીનો રાહ પકડીને 14મી જાન્યુઆરીએ છતરડી પાસેના મેદાનમાં કાઇટ ફેસ્ટીવલનું આયોજન કર્યું છે. `કચ્છમિત્ર' રાહગિરિમાં મીડિયા પાર્ટનર છે. 14મીએ સવારે 9-30 વાગ્યાથી આયોજિત આ પતંગોત્સવમાં લોકો પતંગ ચગાવવાની મજા તો માણશે જ સાથે મોસ્ટ ક્રિએટિવ એન્ડ  ઇનોવેટિવ કાઇટની સ્પર્ધા પણ યોજાશે. કિડસ ચેમ્પિયન, મેલ અને ફીમેલ ચેમ્પિયન, કપલ ચેમ્પિયન અને ગ્રુપ ચેમ્પિયન એમ ચાર કેટેગરીમાં ઇનામ અપાશે. પતંગોત્સવમાં પ્રવેશ અને રજિસ્ટ્રેશન નિ:શુલ્ક છે. ખાણીપીણી અને પતંગના સ્ટોલના બુકિંગ માટે મયંક ઠક્કર (98791 91111)નો સંપર્ક કરવો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer