ત્રિપલ તલાક બિલ બાબતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આવકાર અપાયો

ભુજ, તા. 12 :  મુસ્લિમ રાષ્ટ્રીય મંચના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને કરાયેલું આવેદનપત્ર કચ્છના કલેકટરને સુપરત કરવામાં આવ્યું હતું. મંચના ગુજરાત પ્રદેશ સહ સંયોજક મીરખાન મુતવાની આગેવાનીમાં કચ્છ કલેકટરને સુપરત કરાયેલા આવેદનપત્રમાં લોકસભામાં ત્રિપલ તલાક બિલ લાવવા અંગે ભારત સરકારને અભિનંદન આપવામાં આવ્યા છે. આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે ધારામાં વધુ કડક જોગવાઈઓ કરવામાં આવે તેમજ ગુનેગારોને વધુમાં વધુ સજા કરવામાં આવે તેમજ આ દુષ્ટ પ્રથા રદ કરવામાં આવે.  પ્રતિનિધિમંડળમાં પૂર્વ કચ્છના મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક ફકીરમામદ અબડા અને પશ્ચિમ કચ્છના સંયોજક અમીર ફૈઝલ મુતવા હાજર રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer