ભુજની હોસ્પિટલને ડાયાલિસીસ યંત્ર ખરીદવા સાડાસાત લાખનું દાન અપાયું

ભુજ, તા. 12 : તાજેતરમાં ભુજમાં લોહાણા સમાજના અગ્રણી જેઠાલાલ મોરારજી ચંદેનું અવસાન થયું હતું. તેમના પરિવારે તેમની સ્મૃતિમાં સેવાકાર્ય માટે દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરતાં દાતા પરિવારે લાયન્સ હોસ્પિટલની મુલાકાત લઈ કિડની ડાયાલિસીસની સેવા જોઈ હતી. હોસ્પિટલને 6 નવા ડાયાલિસીસ મશીનની જરૂરત છે. તે વાત જાણી દાતા પરિવારેએક નવું ડાયાલિસીસ મશીન ખરીદવા માટે આંખના કેમ્પના સમારંભ દરમ્યાન રૂા. 7,50,000 દાનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે જેઠાલાલ ચંદેના પત્ની જશોદાબેન ચંદે, ભાઈઓ રમેશભાઈ ચંદે, જયંતીભાઈ ચંદે, હરેશભાઈ ચંદે તથા પુત્ર જિજ્ઞેશ તથા વિરલ ચંદે તથા પુત્રી જાગૃતિબેન ચંદે દ્વારા એક મશીન ખરીદવા માટે આ દાન આપવાની જાહેરાત કરી હતી. આ પરિવારની ભાવનાને હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાએ બિરદાવી તેમનો આભાર માન્યો હતો તેવું હોસ્પિટલના મીડિયા કન્વીનર નવીન મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer