રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર 22મીએ દલિત સમાજના પ્રશ્નો મુદ્દે કચ્છમાં

ભુજ, તા. 12 : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર અને વડગામ વિધાનસભાના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી તા. 22/1ના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ કચ્છ જિલ્લાની અનુ. જાતિ અનુ. જાનજાતિ, કોલી ઠાકોર સમાજની જમીનો શ્રીસરકાર થઈ છે તેમને યોગ્ય નિર્ણય લઈ ફરીથી રિગ્રાન્ટ થાય તેના માટે કલેકટરને આવેદનપત્ર આપશે.આ આયોજન માટે  તા. 13/1ના ભુજ મધ્યે ડો. બાબાસાહેબ આંબેડકર ભવનમાં બેઠક રાખવામાં આવી છે. જેમાં જિલ્લામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની કારોબારીની રચના કરવામાં આવશે અને અનુ.જાતિ, જનજાતિના ઠાકોર કોલી સમાજના વર્ષોથી સરકારમાં અટવાયેલા પ્રશ્નોની માહિતી તૈયાર કરવામાં આવશે. તા. 13ના પૂર્વ આયોજન માટેની બેઠક સમગ્ર કચ્છ દલિત (અનુ.જાતિ) સમાજ અનુ. જનજાતિ, ઠાકોર કોલી સમાજના  પ્રતિષ્ઠિત આગેવાનો બુદ્ધિજીવી, સામાજિક કાર્યકરો, કર્મચારીઓ સમાજનો યુવાવર્ગ, માતાઓ બહેનોને ઉપસ્થિત રહેવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર ભૂપતભાઈ, ભરતભાઈ ચાહ, નીલ વિંઝોડા, ગણેશ સંઘના કિશોરભાઈ પિંગોલ, રાપર ઠાકોર સેનાના પ્રમુખ  હરેશભાઈ ઠાકોર, હલરાના સરપંચ દેવાભાઈ કોલી વિગેરેએ અનુરોધ કર્યા હોવાનું નરેશભાઈ મહેશ્વરીની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer