ભુજમાં રોટરી દ્વારાપક્ષીઓ માટે આજથી સારવાર કેન્દ્ર શરૂ

ભુજ, તા. 12 : ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પતંગના દોરથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓની સારવાર અર્થે અહીંની રોટરી કલબના નેજા હેઠળ `પક્ષી બચાવ કેન્દ્ર'ભુજના  પશુપાલન દવાખાના, રિલાયન્સ મોલ સામે, ભુજ હાટની બાજુમાં, ભાનુશાલીનગર ખાતે તા. 13મીથી પ્રારંભ કરવામાં આવશે. પ્રમુખ સુનિલ માંકડના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના કરુણા અભિયાનની અપીલના સમર્થનમાં આજે સવારે 9-વાગ્યે સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્ય નીમાબેન આચાર્ય, નગરપતિ અશોકભાઈ હાથી, ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, પશુપાલન નિયામક કે. જી. બ્રહ્મક્ષત્રિય, ફોરેસ્ટ વિભાગના અતુલ દવેએ 75 વર્ષ ઉજવણી કમિટીના ચેરમેન જયેશ શાહ, કલબ મંત્રી ચંદ્રકાન્ત વોરા, પી.ડી.જી. મોહનભાઈ શાહ, ભરતભાઈ ધોળકિયા અને અન્ય અનેક પક્ષીપ્રેમી અગ્રેસરોની ઉપસ્થિતિમાં આ કરુણા સેન્ટરનો પ્રારંભ થશે. પ્રોજેકટ ચેરમેન પ્રફુલ ઠક્કર દ્વારા અપાયેલી વિશેષ વિગતો અનુસાર રોટે. સુરેશ મણિલાલ ઠક્કરના આર્થિક યોગદાનથી અને કચ્છના પશુપાલન વિભાગના સંપૂર્ણ સહયોગથી અહીં ખાસ ઉભા કરાયેલા સેન્ટર ખાતે ઘાયલ પક્ષીઓ માટે પ્રાથમિક સારવારથી માંડી આઈ.સી.યુ. સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. તા. 20 સુધી અવિરતપણે ચાલુ રહેશે. જેમાં ડો. કુલદીપ છાટપાર, ડો. હરેશ ઠક્કર, ડો. ઠાકોર સહિતની ટીમો સેવા આપશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer