21મીએ ભુજની લાયોનેસ ક્લબ દ્વારા નિ:શુલ્ક જનરલ બોડી ચેકઅપ કેમ્પ

ભુજ, તા. 12 : અહીંની લાયોનેસ ક્લબ દ્વારા સ્વ. કીર્તિકુમાર કેશવલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે વનિતાબેન શાહ પરિવાર દ્વારા આગામી 21મીએ જરૂરિયાતમંદ લોકો માટે નિ:શુલ્ક જનરલ બોડી ચેકઅપ કેમ્પ યોજાશે. લેવા પટેલ હોસ્પિટલ ખાતે 40 વર્ષથી?ઉપરની વ્યક્તિઓ માટે યોજાનારા આ નિ:શુલ્ક કેમ્પમાં લોહી, યુરિન, બ્લડશુગર, એસ.જી.પી.ટી., ક્રિએટીનીન, ટી.એસ.એચ., લિપિડ પ્રોફાઈલ, છાતીનો એક્સ-રે તથા પેટની સોનોગ્રાફીની તપાસ કરી અપાશે.આ તપાસ વડે લોહી, પેશાબ, ડાયાબિટીસ, લીવર, કિડની, થાઈરોઈડ, શરીરમાં ચરબીનું પ્રમાણ, છાતી અને પેટની બીમારીનું નિદાન થઈ શકશે. આ તપાસ દરમ્યાન જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂર જણાશે તો શહેરના ખાનગી ડોક્ટરો પાસે નિ:શુલ્ક નિદાન કરાવી અપાશે. આ કેમ્પમાં તપાસ અર્થે આવનાર વ્યક્તિએ સવારે ખાલી પેટે આવવું, ચા-પાણી, નાસ્તો કરવો નહીં. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છુકે વહેલા તે પહેલાના ધોરણે મો. 70167 42414 પર બપોરે 2થી 4 વચ્ચે લાયોનેસ પ્રેસિડેન્ટ રક્ષા ગણાત્રાનો સંપર્ક કરવો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer