15મીથી લઘુમતી અધિકાર અભિયાન સપ્તાહનો પ્રારંભ

ભુજ, તા. 12 : માયનોરિટી કોર્ડિનેશન કમિટી (એમ.સી.સી.) ગુજરાત અને લઘુમતી અધિકાર અભિયાન કચ્છના સંયુકત ઉપક્રમે  લઘુમતી સમાજના વિવિધ 8 જેટલા મુદે સરકાર સમક્ષ રજૂઆત સંદર્ભે તા. 15મીથી અધિકાર અભિયાન સપ્તાહનો પ્રારંભ થશે. આ અભિયાનના પ્રથમ ચરણમાં એક લાખ જેટલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને લખાયા બાદ બીજા ચરણમાં ગુજરાતના 29 જિલ્લામાં એક સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયા  બાદ હવેના ત્રીજા ચરણમાં તા. 15થી 21 દરમ્યાન કચ્છ જિલ્લામાં લઘુમતી પ્રભુત્વવાળા ભુજ, અંજાર, માંડવી, મુંદરા અને ખાવડા વિસ્તારમાં વ્યક્તિગત આવેદનપત્રમાં સહી ઝુંબુશ દ્વારા આહવાન કરી જાગૃતિ સપ્તાહ ચલાવાશે તેવું કચ્છ સમાજના ઈબ્રાહીમભાઈ તુર્ક, મહમદ લાખા, સલીમ સમાની સંયુકત યાદીમાં જણાવાયું છે. આ સહી ઝુંબેશ અંતર્ગત, લઘુમતી આયોગની રચના, સમાજના વિકાસ માટે બજેટમાં નક્કર જોગવાઈ, લઘુમતી ક્ષેત્રોમાં હાયર સેકન્ડરી શાળાઓની સ્થાપના, લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના, મદરેશા ડિગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા, લઘુમતીઓના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ, કોમી તોફાનોમાં આંતરિક વિસ્થાપિતોને પુન:સ્થાપન પોલિસીની રચના તેમજ પ્રધાનમંત્રીના 15 સૂત્રીય કાર્યક્રમની અમલવારી સહિતની માંગ કરવામાં આવશે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer