વર્તમાન સમયમાં સમાજ અને વિશ્વની વિવિધ તકલીફોનો ઉકેલ ગીતાના સારમાં

વર્તમાન સમયમાં સમાજ અને વિશ્વની  વિવિધ તકલીફોનો ઉકેલ ગીતાના સારમાં
ગાંધીધામ, તા. 15 : કૃષ્ણ કૃપા પરિવાર ગાંધીધામ ખાતે ત્રણ?દિવસ માટે ગીતાનાં ગહન જ્ઞાનની સહજ રીતે સમજ માટે ગીતા સત્સંગનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં વૃંદાવનથી આવેલ સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ દ્વારા સહજ ભાષામાં સમજણ?આપવામાં આવી રહી છે. સ્વામીજીએ પોતાના સત્સંગમાં પાંચ હજાર એકસો ચોપન વર્ષ પહેલાં ગીતાના બોધને વર્તમાન સમયમાં પ્રાસંગિક હોવાનું જણાવ્યું હતું. પાંચ હજાર વર્ષ પહેલાં તો માત્ર મહાભારતની લડાઇ વખતે પોતાના સગા-સ્નેહી સામે લડવા અજુર્નને બોધ રીતે કૃષ્ણ દ્વારા સમજણ આપવામાં આવી હતી. પણ વર્તમાન સમયમાં તો સમાજ અને વિશ્વના દરેક ક્ષેત્રે દરેક તકલીફ અને દરેક મુશ્કેલીઓનો ગીતા સારમાં રહ્યો હોવાથી વર્તમાનમાં તેનો ઉપયોગ માર્ગદર્શન વધારે જરૂરી છે. સ્વામીજીએ વિશેષમાં જણાવેલું કે વિશ્વના લગભગ ધાર્મિક ગ્રંથોમાં મૂળપ્રતમાં સુધારા વધારા કરવામાં આવ્યા, ફરી લખવામાં આવ્યા કે પુરવણી કરી વિશેષ જણાવવામાં આવ્યું પણ ગીતા એક માત્ર એવો ગ્રંથ છે જે પાંચ હજાર વર્ષથી પણ જૂનો હોવા છતાં તેના વિચારો માર્ગદર્શન આજે પણ ઉપયોગી છે. પ્રેમ અને મોહ બંને ભલે સરખા લાગે પણ પ્રેમ આપવામાં અને મોહ મેળવવાનું જણાવે છે તે રીતે જ પ્રેમમાં કરેલા કર્મનાં ફળની અપેક્ષા નથી હોતી મોહમાં કર્મ ફળ માટે જ થાય છે. શરૂઆતમાં ગાંધી માર્કેટમાં વાજતેગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ભકતોએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજન કૃષ્ણ કૃપા પરિવાર ગાંધીધામ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં પરિવારના અગ્રણીઓ નંદુભાઇ ગોયલ, અગ્રવાલ સમાજના સુરેશભાઇ ગુપ્તા, હેમાબેન ઠક્કર, સીમાબેન ગોયલ, આલોકભાઇ મોર, ચંદ્રુભાઇ અભિચંદાણી વગેરે સાથે રહી સહયોગ આપી રહ્યા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer