તોલાણી કોલેજના છાત્રનું સંશોધન પેપર આં.રાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયું

તોલાણી કોલેજના છાત્રનું સંશોધન  પેપર આં.રાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયું
ગાંધીધામ, તા. 15 : ગાંધીધામ કોલેજીયેટ બોર્ડ સંચાલિત તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એમએસસી સેમેસ્ટર 1ના વિદ્યાર્થીએ તૈયાર કરેલું સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયું હતું. ગણિત વિષય સાથે એમએસસીનો અભ્યાસ કરતા ધૈર્ય રાજેશ ભાટિયાએ મેજિક કેલેન્ડર ફોમ (0001-4000) સંશોધન પેપર તૈયાર કર્યું હતું. આ પેપરની મદદથી વર્ષ 0001થી 4000 સુધીની કોઇપણ તારીખ પરથી તે તારીખે કર્યો વાર હશે તે શોધી શકાય છે. આ સંશોધન પેપર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ માન્ય કરેલા જર્નલ (ઈન્ટરનેશનલ જર્નલ ઓફ મેથેમેટીકલ) આર્કાઇવમાં પ્રકાશિત થયું હતું. નાની વયે આંતરરાષ્ટ્રીય જર્નલમાં પેપર પ્રકાશિત થયું તે સિદ્ધિ મેળવવા બદલ કોલેજના આચાર્ય ડો. સુશીલ ધર્માણી, ગણિત વિભાગના અધ્યક્ષ ડો. રાજેશ ઠક્કર, પ્રો મિતેશ પટેલ, ડો. અંજલિ શ્રીવાસ્તવ, નેહા સિંહે અભિનંદન પાઠવ્યા હતા. ધૈર્ય હાલ એમ. એસ. સી.ની સાથોસાથ નીટની પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યો છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer