પર્થમાં ઓસીની વળતી લડત

પર્થમાં ઓસીની વળતી લડત
પર્થ, તા. 15 : પર્થના મેદાન ખાતે રમાઈ રહેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં 403 રન ઓલઆઉટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ વિકેટે 203 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી માલને સૌથી વધુ 140 રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ત્રણ વિકેટે 203 રન કર્યા હતા. સુકાની સ્મિથ 92 રન સાથે રમતમાં હતો. જો કે વોર્નર (22) સસ્તામાં આઉટ થયો હતો. ઉસ્માન ખ્વાજાએ 50 રન કર્યા હતા. પર્થના મેદાન ખાતે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ગઇકાલે ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં મજબૂત દેખાવ કરીને ચાર વિકેટે 305 રન બનાવ્યા હતા. આજે સ્કોરને આગળ વધારતાં ઇંગ્લેન્ડની ટીમ 403 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી માલને સૌથી વધુ 140 રન કર્યા હતા, જ્યારે વિકેટકીપર બેયરસ્ટોએ 119 રન કર્યા હતા. જો કે, અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે 91 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે હેઝલવૂડે ત્રણ વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે સફળ સાબિત થયો હતો. અત્રે નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ 2-0ની લીડ ધરાવે છે. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 120 રને જીત મેળવી હતી જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીતી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer