ક્રિકેટરોનું વેતન બમણું થશે

નવી દિલ્હી તા.1પ: ભારતીય ક્રિકેટરોને બીસીસીઆઇ તરફથી નવા વર્ષની સારી ભેટ મળી શકે છે. ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો અને ઘરેલુ ક્રિકેટ રમતા ખેલાડીની સેલરીમાં બમણો વધારો થઇ શકે છે. સુપ્રીમ કોર્ટ રચિત સંચાલન સમિતિ (સીઓએ) સેલરીની નવી યોજના પર કામ કરી રહી છે. હાલ બીસીસીઆઇ ખેલાડીઓ પાછળ કુલ 180 કરોડનો ખર્ચ કરે છે. તેની યોજનામાં વધીને કુલ 380 કરોડ આસપાસનો થશે તેવા રિપોર્ટ છે. સીઓએ દ્વારા તેમનો ફાઇનલ રિપોર્ટ બીસીસીઆઇની જનરલ બોડીને સોંપી દેવામાં આવ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીએ ખેલાડીઓની પગારની રકમ વધારવાની માંગણી કરી હતી. હાલ બીસીસીઆઇની વાર્ષિક કમાણીમાંથી 26 ટકા રકમ ખર્ચ કરવામાં આવે છે. જેમાં 13 ટકા રકમ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને, 10.6 ટકા ઘરેલુ ક્રિકેટરોને અને બાકીનો ભાગ મહિલા અને જુનિયર ખેલાડીઓને મળે છે. નવી યોજના લાગુ થયા બાદ સુકાની વિરાટ કોહલીને 10 કરોડથી વધુની રકમ મળી શકે છે. વિરાટે વર્ષ 2017માં 46 મેચ માટે પ.પ1 કરોડની કમાણી કરી હતી. જો કે કોહલી આઇપીએલ અને જાહેરાતથી આથી ઘણી વધારે કમાણી કરે છે. રણજી ખેલાડીઓને નવી યોજનામાં 30 લાખ જેવી રકમ મળી શકે છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer