કચ્છમાં પરવાનગી સિવાય સભા-સરઘસ નહીં યોજી શકાય

ભુજ, તા. 15 : હાલ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-17ની આદર્શ આચારસંહિતા અમલમાં હોઈ તેમજ આગામી 18મીએ મતગણતરી થવાની હોઈ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ જાળવવા કચ્છમાં પરવાનગી સિવાય સભા-સરઘસ નહીં યોજવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.આર. જોશીએ તા. 15/12થી 20/12 સુધી જાહેરનામું બહાર પાડયું છે. આગામી 18મીએ મતગણતરી સંદર્ભે ચૂંટણી ઉમેદવારો, કાર્યકરો દ્વારા સભા- સરઘસ, રેલીનું આયોજન કરાશે. આ સભા, સરઘસ વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે હેતુથી કચ્છમાં પરવાનગી લીધા સિવાય કોઈ વ્યક્તિઓની મંડળી દ્વારા રાત્રિના 10 વાગ્યા પછી સભા અને સરઘસ નહીં યોજી શકાય તેવું જાહેરનામા દ્વારા જણાવાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer