ગાંધીધામ કોંગ્રેસે સરદાર પટેલને આપેલી અંજલિ

ગાંધીધામ, તા. 15 : શહેર, તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના લોખંડી મહાપુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. દેશની અખંડિતતા માટે સદાય ચિંતાશીલ, પ્રયત્નશીલ, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને દેશ માટે યોગદાન આપનારા સરદાર વલ્લભભાઇ પટેલની આજે પુણ્યતિથિ નિમિત્તે તેમણે કરેલા કાર્યોને યાદ કરી કોંગ્રેસ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ આજે આ લોખંડી પુરૂષની પુણ્યતિથિ હોવા છતાં પાલિકા દ્વારા તેમની પ્રતિમાની સાફ-સફાઇ કરાઇ નહોતી. જે શરમજનક બાબત છે. આ અંગે વિરોધ પક્ષના નેતા અજીત ચાવડાએ પાલિકાનું ધ્યાન દોરતાં બાદમાં પ્રતિમાની સાફ-સફાઇ કરવામાં આવી હતી. આ વેળાએ કોંગ્રેસના તાલુકા પ્રમુખ હાજી ગનીભાઇ માંજોઠી, શહેર પ્રમુખ સમિપ જોશી, અજીત ચાવડા, દીપક લાખાણી, વિપુલ મહેતા, ભરત મ્યાત્રા, ઇસ્માઇલ સોઢા, પરબત ખટાણા, ગોરધન કોટા, જુસબ પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer