ભુજમાં અકસ્માતમાં માર્યા ગયેલા યુવકની ઓળખ માટે પ્રયાસો

ભુજમાં અકસ્માતમાં માર્યા ગયેલા યુવકની ઓળખ માટે પ્રયાસો
ભુજ, તા. 15 : શહેરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રિલાયન્સ પંપ તરફ જતા રીંગરોડ ઉપર ગત બુધવારે રાત્રે કોઇ વાહનની હડફેટે આવી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ કરવા માટેના પ્રયાસો પોલીસે હાથ ધર્યા છે.  ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ દ્વારા મૃત્યુ પામેલા યુવાનનો મૃતદેહ જનરલ હોસ્પિટલ ખાતે રખાયો છે. પોલીસના જણાવ્યા મુજબ પચ્ચીસેક વર્ષની વયના આ યુવાનના જમણા હાથ ઉપર અંગ્રેજીમાં કિશન લખેલું છે. તો તેણે હાથમાં એલ્યુમિનિયમ જેવી ધાતુનું કડું પહેરેલું છે. આ યુવાન વિશે માહિતી ધરાવનારને બી. ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer