નલિયાના પેટા ટપાલ માસ્તર નિવૃત્ત થતાં વિદાયમાન સાથે સેવા બિરદાવાઇ

નલિયા, તા. 15 : અહીંની પેટા ટપાલ કચેરીમાં છેલ્લા ચારેક વર્ષથી સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા એ. એસ. સૈયદ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં નાની બચતના એજન્ટો અને સ્ટાફગણ દ્વારા વિદાયમાન અપાયું હતું. નાની બચતના એજન્ટો હિતેન્દ્રસિંહ જાડેજા, ખેતશીભાઇ મહેશ્વરી, દિલુભા એલ. જાડેજા, દર્શન ઠક્કર અને એજન્ટોના પ્રતિનિધિઓએ શ્રી સૈયદની સેવાને બિરદાવી હતી. સ્ટાફના સહ કર્મચારીઓ શાંતિલાલ પાંડે, અશ્વિનભાઇ, પ્રેમજીભાઇ મહેશ્વરી વગેરેએ તેમની કાર્ય કુશળતાને બિરદાવી, સ્ટાફગણ  અને ગ્રાહકો સાથે હકારાત્મક વલણ દાખવી પોતાના ફરજકાળ દરમ્યાન સારી ચાહના મેળવી હતી. પ્રત્યુત્તરમાં શ્રી સૈયદે પોતાની 38 વર્ષની ફરજ દરમ્યાન વિવિધ સ્થળે ફરજ બજાવ્યા હોવાના સંસ્મરણો વાગોળી નલિયા ખાતે નાની બચતના એજન્ટો અને સ્ટાફમિત્રોના સહયોગની સરાહના કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer