ભુજના માતૃછાયા કન્યા વિદ્યાલયની વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારી ટીમોનું સન્માન

ભુજના માતૃછાયા કન્યા વિદ્યાલયની વિવિધ  ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારી ટીમોનું સન્માન
ભુજ, તા. 6 : અહીંના માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર   વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને ટ્રસ્ટ તરફથી રૂપિયા એક લાખના ઇનામો આપી સન્માનાયા હતા. ટ્રસ્ટીગણ મુકેશભાઇ શાહ, રીટાબેન શાહ, કેતનભાઇ શાહ, પ્રીતિબેન શાહ, રોહિતભાઇ શાહ અને મધુભાઇ સંઘવી, નિયામક નલિનીબેન શાહે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે  સ્વ. માણેકલાલ દાદાને યાદ કરાયા હતા. મહેમાનોનો આચાર્યા નીલાબેન વર્માએ આવકાર આપ્યો હતો. રાજ્યકક્ષાએ ગયેલા ગરબાનું કલા પ્રદર્શન દર્શકોએ માણ્યું હતું.   માર્ગદર્શક શિક્ષિકા બિનીતાબેન સલાટનું સન્માન કરાયું હતું. વિજ્ઞાન વિભાગમાં રાજ્યકક્ષાએ નિબંધ સ્પર્ધામાં પ્રથમ   કુ. જહાન્વી ગજ્જર અને   શિક્ષકો હિમાંશુભાઇ બારોટ અને નિરાલીબેન ગોર, નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ અંતર્ગત જિલ્લામાં પ્રથમ આવેલી કુ. પ્રતીક્ષા ભટ્ટ અને  વિજ્ઞાનમેળામાં તાલુકાના પ્રથમ કુ. ઋતુ વ્યાસ, કુ. કાલિન્દી ગોર   તેને તૈયાર કરાવનાર સંદીપભાઇ ગોહિલે જાગૃતિબેન વકીલનું સન્માન કર્યું હતું. પ્રખરતા શોધ કસોટીમાં ઉત્તીર્ણ વિદ્યાર્થિનીઓ અને   શશિકાંતભાઇ તેજવાણી, કલા મહાકુંભમાં ભાગ લેનારી ટીમ અને તેમના માર્ગદર્શક ભાવિનીબેન ત્રિપાઠી, યુવા પ્રતિભા શોધની ટીમ અને તેમના માર્ગદર્શક હરિભાઇ ગઢવી,   અર્વાચીન ગરબા, આદિવાસી લોકનૃત્યની ટીમ અને શિલ્પાબેન ભટ્ટ સાથે  નીરજભાઇ મચ્છર, કૃપાબેન શાહ   હર્ષિદાબેન જોષી અને જિગરભાઇ માંકડનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. સુગમ સંગીત, લોકગીત, લોકવાર્તામાં વિજેતા કુ. વૈદેહી ભીંડે, કુ. આશાબા જાડેજા, હેન્ડબોલની ઁ નેશનલ  વિજેતા ટીમ અને મનીષભાઇ પટેલને સન્માનિત કરાયા હતા. પ્રાથમિક વિભાગમાં ફોક ડાન્સમાં રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા કૃતિને ટ્રસ્ટ તરફથી?રૂા. 11,000  ગરબા ટીમને રૂા. 7000 અને હાલરડા ટીમને રૂા. 5000નો વિશિષ્ટ પુરસ્કાર અપાયો હતો. સંચાલન ફતુભા જાડેજાએ કર્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer