ભાજપની વિકાસગાથામાં જોડાવા લોકોને અપીલ

ભાજપની વિકાસગાથામાં જોડાવા લોકોને અપીલ
ભુજ, તા. 6 : 3-ભુજ વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ડો. નીમાબેન આચાર્ય દ્વારા ચૂંટણી પ્રચાર અર્થે સહકારી સેલ સાથે સ્નેહમિલન તથા વોર્ડ નં. 1, 2, 3, 9ના ચૂંટણી પ્રચાર કાર્યાલયોના ઉદ્ઘાટને ભાજપની વિકાસગાથામાં જોડાવા લોકોને અપીલ કરાઇ?હતી. આ તકે દેવરાજભાઇ ગઢવી (ચેરમેન કેડીસીસી બેંક)એ કહ્યું કે, આ ચૂંટણી આપણા ગૌરવની વાત છે અને આપણે બધા સાથે મળીને જેટલી પણ સંસ્થાઓ છે તેને એકજૂટ કરી માત્રને માત્ર વિજયની રાહમાં કામ કરીએ તો જ આપણી મહેનત રંગ લાવશે. નીમાબેને જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણી જીતવાની જ છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કચ્છની 6એ 6 બેઠકના કમળના ફૂલ ભેટ રૂપે મોકલાવશું આ તકે મનુભા જાડેજા, વિશ્રામભાઇ રાબડિયા, શામજીભાઇ?રાણા આહીર, નારણ કારા ડાંગર, નવીનભાઇ ગણાત્રા, અશોકભાઇ પટેલ, વાલા સવા ડાંગર, ભીમજીભાઇ જોધાણી, સમા સના વાલા, પ્રફુલ્લસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, શંભુ લખુ ઝરુ, જયંત ઠક્કર, અજિતભાઇ ઠક્કર વિ. અગ્રણીઓ, 150થી વધારે વિવિધ મંડળીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ વોર્ડ નં. 1, 2, 3ના ચૂંટણી પ્રચાર કાર્યાલયના ઉદઘાટન કરાયા હતા. આ અવસરે નીમાબેન, સાંસદ, મહેમાનોનું સ્થાનિક નગરસેવક કાસમભાઇ?કુંભાર તથા ટીમ દ્વારા સન્માન કરાયું હતું. નીમાબેને જણાવ્યું કે, આ વોર્ડોની પછાત વિસ્તારોમાં ગણતરી થાય છે પણ?ભાજપે પછાતપણું મીટાવીને વિકાસની રાજનીતિમાં આ વિસ્તારોને સામેલ કરશે. વિનોદભાઇ?ચાવડાએ કહ્યું કે, ભાજપે અનેક કામો કર્યા છે, છતાં કામો રહી ગયા હશે તો પૂર્ણ કરવા ખાતરી આપી હતી. આ અવસરે સુધરાઇ?પ્રમુખ અશોકભાઇ?હાથી, ભાડાના ચેરમેન કિરીટભાઇ?સોમપુરા, શહેર ભાજપ પ્રમુખ નવીનભાઇ?લાલન, જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ?આમદભાઇ?જત, પૂર્વ પ્રમુખ?જિલ્લા લઘુમતી મોરચા અલીમામદ જત, કિરણભાઇ?પટેલ, બાબુભાઇ ઠક્કર, અનવર નોડે, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચો, ઉપેન્દ્રભાઇ?ઉપાધ્યાય વિ. ઉપસ્થિત રહ્યા હતા. ડો. નીમાબેન આચાર્યે વોર્ડ નં. 9ના ભાનુશાલીનગરના તમામ વિસ્તારમાં લોકસંપર્ક તેમજ ડોર ટુ ડોર પ્રચાર બાદ રહેવાસીઓ સાથે સ્નેહમિલન યોજ્યું હતું. આ સ્નેહમિલનમાં અશોકભાઇ હાથી, નગરસેવકો અજયભાઇ ગઢવી, રેશ્માબેન ઝવેરી, પૂર્વ નગર અધ્યક્ષા હેમલતાબેન ગોર, મહિદીપસિંહ જાડેજા, સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ હમીરભાઇ ખાખલા, સુરેશભાઇ?ઠક્કર, સમીર વ્યાસ, રાજેશ મહેતા વિ. બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer