ગાંધીધામ સંકુલના લોકો `કમળ'' સાથે જ રહેશે

ગાંધીધામ સંકુલના લોકો `કમળ'' સાથે જ રહેશે
ગાંધીધામ, તા. 6 : ભાજપના ઉમેદવાર શ્રીમતી માલતીબેન કે. મહેશ્વરીને ચૂંટણી પ્રચાર દરમ્યાન મતદારો તરફથી સમર્થન મળી રહ્યું છે. ગાંધીધામના વોર્ડ નં. 4, 8, 9, 6 અને 11માં ડોર ટુ ડોર જ્યારે ઇફકો આદિપુર વોર્ડ નં. 1 મધ્યે ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિનને અનુલક્ષીને આંબેડકર સર્કલ સ્થિત શ્રદ્ધેય આંબેડકરજીની પ્રતિમાને ફૂલમાળા પહેરાવી તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. માલતીબેનની સાથે ગાંધીધામ અને આદિપુરના ભાજપ સંગઠનના પદાધિકારીઓ-મ્યુનિસિપાલિટીના કોર્પોરેટરો, અનુ. જાતિ સમાજના મોવડીઓ સાથે જોડાયા હતા. જ્યારે શ્રીમતીએ મહેશ્વરીએ હું છું વિકાસ... હું છું ગુજરાતના સૂત્રને સાર્થક કરી સમગ્ર રાજ્યમાં ભાજપની લહેર ચાલી રહી છે તેવું જણાવી ગાંધીધામ અને આદિપુર તથા કંડલા કોમ્પ્લેક્સની જનતા પ્રથમથી જ `કમળ'ની સાથે રહી છે અને વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપની યાદીમાં જણાવ્યા અનુસાર ભાજપ મહિલા મોરચાની બહેનો ડોર ટુ ડોરમાં સાથે રહી મતદાનના દિવસે કમળને મત આપવા સમજાવતા હતા. ભાજપના ગાંધીધામના શિક્ષિત મહિલા અનુ. જાતિના ઉમેદવારને વિવિધ સમાજો / જ્ઞાતિમંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પેઇઝ પ્રમુખો અને માઇક્રોપ્લાનિંગ મુજબ ભારે મતદાન થાય એ માટે મોવડી મંડળના આદેશ મુજબ ચૂંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે અને કોઇ ચૂક રહેવા ન પામે તે માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગાંધીધામ અને આદિપુરના ચૂંટણી કાર્યાલયમાંથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. માલતીબેને જણાવ્યું કે, હું ક્યારેય નકારાત્મક પ્રચારમાં માનતી નથી. મારું અને ભાજપનું કામ મને મત અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer