કોંગ્રેસી ઉમેદવારે ભચાઉ-ગાંધીધામ ખાતે વેપારીઓનો લોકસંપર્ક કર્યો

કોંગ્રેસી ઉમેદવારે ભચાઉ-ગાંધીધામ  ખાતે વેપારીઓનો લોકસંપર્ક કર્યો
ભચાઉ / ગાંધીધામ, તા. 6 : ગાંધીધામ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારે ભચાઉમાં વેપારીઓ સાથે લોકસંપર્ક કર્યો હતો, જ્યારે ગાંધીધામમાં બાઇક / વાહન રેલી યોજી હતી. ભચાઉમાં ગાંધીધામ બેઠકના ઉમેદવાર કિશોરભાઇ પિંગોલે સેંકડો કાર્યકરો અને આગેવાનો સાથે શહેરના વેપારીઓનો લોકસંપર્ક કરી કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. ઢોલ-નગારા સાથે નીકળેલા ઉમેદવારનું વેપારીઓએ મોઢું મીઠું કરાવી આવકાર્યા હતા. બીજી તરફ 5-ગાંધીધામ વિધાનસભા (અ.જા.) મતવિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી પિંગોલ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ વોર્ડ વિસ્તારમાં બાઇક / વાહન રેલી યોજવામાં આવી હતી. જેમાં સ્વેચ્છાએ અનેક બાઇકો / વાહનો  જોડાયા હતા અને લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો તેવું ગાંધીધામ શહેરના પ્રવક્તા લતીફ ખલીફાની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer