નર્મદાનાં નીર વાગડમાં કેસરિયો રંગ લાવશે

નર્મદાનાં નીર વાગડમાં કેસરિયો રંગ લાવશે
ચોબારી (તા. ભચાઉ), તા. 6 : રાપર વિધાનસભાની મોટી વસ્તી ધરાવતા આ ગામે ભાજપના ઉમેદવાર પંકજભાઇ મહેતાની સભા યોજાઇ હતી. ચોબારી ગામમાં ઢોલ નગારા સાથે કળશધારી બાલિકાઓએ સ્વાગત કર્યું હતું. ગામની વિવિધ જ્ઞાતિના લોકો, આગેવાનોએ શાલ ઓઢાડીને ઉમેદવારનું સન્માન કર્યું હતું. પોતાના વકતવ્યમાં પંકજભાઇએ નર્મદા નહેર સહિત વાગડના વિકાસના અનેક કાર્યનું લોકો સમક્ષ વર્ણન કરીને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કચ્છની સૌથી પહેલી મુલાકાત ચોબારી ગામની હતી અને ત્યાર બાદ જે રીતે વિકાસ થયો તેને યાદ કરતાં તેમણે ધીરૂભાઇ શાહને યાદ કરી ભૂકંપ બાદ આ વિસ્તારનો થયેલો વિકાસ વર્ણવી કોઇની લાલચમાંઆવ્યા સિવાય પોતે પ્રજા પાસેથી એક રૂપિયો દાન મેળવીને પણ દાન સાથે મતદાન કરવાની વિનંતી   કરી હતી. વર્ષો જૂના વિકાસના કાર્યોને યાદ કરી સાથે રહેલા અરજણભાઇ રબારીએ એકલ-બાંભણકા માર્ગની યાદ અપાવતાં પંકજભાઇએ જણાવ્યું હતું કે, એકલ-બાંભણકા માર્ગની મંજૂરી પણ આવનારા ટૂંકા ગાળામાં મળી જશે. ભચાઉ તાલુકા પ્રમુખ શીતલબેન છાંગા, નરેન્દ્રદાન ગઢવી, વાઘજીભાઇ આહીર, ભાડા ચેરમેન વિકાસભાઇ રાજગોર, નામેરી ઢીલા, શવજી ચાવડા, ચોબારી સરપંચ વેલજી આહીર સહિતના આગેવાનાએ વક્તવ્ય આપ્યું હતું. દરમ્યાન, ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ થયેલા મહાસંપર્ક અભિયાન અંતર્ગત રાપર વિધાનસભાના ધારાસભ્યની આગેવાની હેઠળ શરૂ કરાયેલા લોકસંપર્ક દરમ્યાન ગવરીપર અને સુવઇના આગેવાનોએ ધારાસભ્ય શ્રી મહેતાના હસ્તે કેસરિયો ખેસ પહેરી ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા. ગવરીપર ગ્રામ પંચાયતના સદસ્યો ગણેશા ખેંગાર સોનારા અને દિનેશ દેશરા વાઘેલા ઉપરાંત કોંગ્રેસના કાર્યકર્તાઓ પુના કરશન ડોસાણી, કાના કરશન ડોસાણી, ભરત નામેરી વરચંદ તેમજ સુવઇના દાઉદ જીવણભાઇ સોલંકીએ ભારતીય જનતા પક્ષની `સહુનો સાથ સહુનો વિકાસ'ની નીતિ અને છેલ્લા 22 વર્ષોના ભાજપના શાસનમાં થયેલા વિકાસના કામોને બિરદાવી વિધિવત ભાજપમાં જોડાયા હતા. આ તબક્કે તેઓએ ધારાસભ્યએ વાગડમાં નર્મદાનાં નીરથી માંડીને, ગામોગામ વિકાસના કામો કરાવ્યાં છે, તે જોયા પછી ભાજપમાં દ્રઢ વિશ્વાસ થયાનું જણાવ્યું હતું. ધારાસભ્ય શ્રી મહેતાએ સૌને આવકારી, વાગડ પંથકમાં વિકાસને વેગ આપવા સહિયારા પ્રયાસોથી મળતા પરિણામોની સમીક્ષા કરી હતી. પક્ષના મોવડીઓ રણવીરસિંહ રાણા (ઉત્તરપ્રદેશના પૂર્વ ધારાસભ્ય), વાડીલાલભાઇ સાવલા, રાણુભા જાડેજા, હરિલાલ રાઠોડ, ખેંગારભાઇ વરચંદ, નરસિંહભાઇ મહેશ્વરી, ગોવાભાઇ રબારી, જિતેન્દ્ર ગુંસાઇ, પેથાભાઇ ભાણાભાઇ સોનારા, રમજુભાઇ સોઢા, વલીમામદ નોડે, પેથા ગોવાભાઇ રબારી, માદેવાભાઇ મણવર, વેરા રૂડા વિગેરે સાથે રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer