ભાજપે આદરેલી વિકાસયાત્રામાં જોડાવા અબડાસા વિસ્તારના લોકોને કરાયું આહવાન

ભાજપે આદરેલી વિકાસયાત્રામાં જોડાવા  અબડાસા વિસ્તારના લોકોને કરાયું આહવાન
નખત્રાણા, તા. 6 : અબડાસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર છબીલભાઇ પટેલ ચૂંટણી પ્રચાર-પ્રસારનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તે અનુસંધાને મોટી વિરાણી ગામે જાહેરસભા યોજાઇ હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી જન સમર્થન સાથે ભાજપમાં વિશ્વાસ મૂકી મતદાન કરી તેમને વિજય અપાવવા હાકલ કરાઇ હતી. છબીલભાઇએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પોતે સક્રિય રહ્યા છે. ભારતીય જનતા પક્ષે હંમેશાં લોકોના સુખ-દુ:ખમાં સાથે રહી સમસ્યાઓને વાચા આપી છે. ઉપરાંત ભાજપની જે વિકાસયાત્રા શરૂ?થઇ?છે તે વિકાસના સર્વાંગી વિકાસ માટે ભાજપ તરફી નવમી તારીખે કમળ-નિશાન પર બટન દબાવી મતદાન કરવાની અપીલ કરી હતી. અબડાસા વિધાનસભામાં ભાજપ દ્વારા છેલ્લી ઘડીના પ્રયાસો પૂરજોશમાં છે તેમજ ભાજપ દ્વારા વિજયના વિશ્વાસ સાથે તમામ વિસ્તારમાં ભારે આવકાર સાથે ઉમળકાભેર ઉમેદવારનું સ્વાગત-સન્માન થઇ રહ્યું છે. ઉપરાંત ભાજપ દ્વારા  માઇક્રોપ્લાનિંગ કરી બૂથ વાઇઝ ગ્રુપ જવાબદારી સોંપી સમગ્ર નેટવર્કની ગોઠવણી થઇ ગઇ છે જેનો લાભ નવમી તારીખે મતદાનમાં અવશ્ય મળશે તે નિશ્ચિત છે તેવું જણાવાયું હતું. સમગ્ર ટીમ-મોરચા દ્વારા સમગ્ર આયોજનને આખરી ઓપ સાથે સમગ્ર ભાજપ તરફી માહોલ જોતાં છબીલભાઇ પટેલનો વિજય નિશ્ચિત છે તેવું જણાવ્યું હતું. મોટી વિરાણી જાહેર સભામાં ભરતભાઇ? સોમજિયાણી, રાજુભાઇ?પલણ, વસંતભાઇ વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, નરેશ મહેશ્વરી સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer