વિચરતી-વિમુક્ત જાતિને આગળ લઇ આવવા કોંગ્રેસ સમર્થ

વિચરતી-વિમુક્ત જાતિને આગળ  લઇ આવવા કોંગ્રેસ સમર્થ
માંડવી, તા. 6 : માંડવીના દાદાની દેરી પાસે વિચરતી વિમુક્ત જાતિના મહાસંમેલનમાં કોંગ્રેસના વિધાનસભા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે નાના વર્ગના પ્રશ્નોના હલ માટે ખાતરી દર્શાવી વિચરતી વિમુક્ત જાતિને થતા અન્યાય સામે લડવા અને આગળ લઇ આવવા સમર્થતા દર્શાવી હતી. દેવીપૂજક ગુજરાત મહાસંઘના મહામંત્રી રમેશભાઇ કુંવરિયાએ શક્તિસિંહ ગોહિલને મત આપી સમાજને અત્યાર સુધી થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા જણાવ્યું હતું. અજિત સાધુએ નાના સમાજો હરહંમેશ કોંગ્રેસ સાથે જ રહ્યા છે ત્યારે કોંગ્રેસને મત આપી સ્વ. જયકુમારભાઇ સંઘવીને સાચી શ્રદ્ધાંજલિ આપવા જણાવ્યું હતું. રસિકભાઇ દોશી, ડો. રાણીંગાએ કોંગ્રેસના શાસનમાં ગરીબ-જરૂરિયાતમંદ લોકોની વહારે આવતાં મોંઘવારી પર કાબૂ મેળવાશે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં વિજયભાઇ ગઢવી, નવલસિંહ જાડેજા, કમશ્રીબેન ગઢવી, મોહન રાજણ, જગદીશસિંહ જાડેજા, ડાયાભાઇ રાપુવા, દિનેશ?પટ્ટણી, નરશી રાપુવા, અરવિંદ ગઢવી, જેમલભાઇ કોળી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે હળકોઇમાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.માંડવીના જખણિયા, પુનડી, ધુણઇ, વેકરા, વિરાણી, રાજપર, ફરાદી, પીપરી, નાગલપુરમાં લોકસંપર્ક કર્યો હતો, જ્યાં બહોળો જનપ્રતિસાદ સાંપડયો હતો અને તાલુકા કોંગ્રેસના આગેવાનો સાથે જોડાયા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer