લઘુમતી સમાજ સરકારે કચ્છમાં કરેલા કામને જોઇને મત આપે

લઘુમતી સમાજ સરકારે કચ્છમાં  કરેલા કામને જોઇને મત આપે
ભુજ, તા. 6 : દુનિયામાં ચાંદની ફક્ત રાત્રે જ હોય પણ બન્નીમાં તો દિવસે પણ ચાંદની છે. રણોત્સવે કચ્છને વિશ્વના નકશામાં ચમકાવતાં વિશ્વભરના પ્રવાસીઓ આવતાં આ રોજગારીના અભાવવાળા વિસ્તારમાં સ્થાનિકે રોજગારી મળી રહી છે. ભાજપ સરકારે કરેલા કામને જોઇને લઘુમતી સમાજે મત આપવા જોઇએ તેવું આજે અહીં પત્રકાર પરિષદમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચના અખિલ ભારતીય સંગઠન સંયોજક ગિરીશ જુયાલે જણાવ્યું હતું. ભાજપના અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય મંત્રી અને રાષ્ટ્રીય ગૌરક્ષા ફાઉન્ડેશનના ચેરમેન જહીર અહેમદ સાથે આવેલા શ્રી જુયાલે ગઇકાલે બન્ની વિસ્તારનો પ્રવાસ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત રાજ્યના કો-કન્વીનર મીરખાન પી. મુતવા નદવી સાથે કર્યો તેને ટાંકીને જણાવ્યું કે, 20 વર્ષ પહેલાં આવ્યા હતા અને હવે જોયું તેમાં ઘણો તફાવત છે. ભાજપ સરકાર અને ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય દ્વારા વિકાસના કામો કરાયાં છે. અંતરિયાળ ગામના છેલ્લા ઘર સુધી રસ્તા જોયા, આરોગ્ય અને શિક્ષણ સુવિધા ઉપલબ્ધ થઇ?છે. પશુપાલકોના મોઢા ઉપર અગાઉ?ગરીબી દેખાતી તેની જગ્યાએ હાલે આર્થિક સ્થિતિ સુધરી હોવાનું દેખાય છે. માલધારીઓને દૂધના સારા ભાવ મળી રહ્યા છે. રણોત્સવના કારણે ભૂંગા અને હસ્તકળાનો વિકાસ થયો છે. યુવાનો અને મહિલાઓની રોજગારીની તકો વધી છે. મીઠા આધારિત ઉદ્યોગમાં પણ સ્થાનિક લોકોને નોકરી મળી છે. દેશ ગુજરાત મોડેલને આદર્શ માનીને ચાલે છે. આ કારણે આખું વિશ્વ ભારત તરફ જુએ છે. ગુજરાતના લોકો સમજદાર છે. આ ગુજરાત મોડેલ લગાતાર આગળ વધતું રહે તેવું ઇચ્છીએ. ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવ સભ્ય રહી ચૂકેલા મીરખાન મુતવાએ જણાવ્યું કે, 40 વર્ષથી કામ કરું છું, સરકારે કાબિલેદાદ વિકાસકામો કર્યા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer