દિવ્યાંગ રેલવે પાસથી ઘેર બેસીને ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકે છે

દિવ્યાંગ રેલવે પાસથી ઘેર બેસીને ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકે છે
ભચાઉ, તા. 6 : દિવ્યાંગ રેલવે પાસ ધરાવનાર ઘેર બેસીને પોતાની ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકે છે તેવું અહીંના સહયોગ હોસ્પિટલ ખાતે ભચાઉ અને રાપરના દિવ્યાંગો માટે રેલવે પાસ બનાવવાના કાર્યક્રમમાં ગાંધીધામના રેલવેના ડીસીએમઆઇ અનિલ મિશ્રાએ જણાવ્યું હતું. ગત તા. 2ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને નવજીવન વિકલાંગ સેવાશ્રય- ભચાઉના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમને શ્રી મિશ્રા સાથે ડો. કે. કુમારે દીપ પ્રાગટય કરી ખુલ્લો મૂકયો હતો. ગાંધીધામની રેલવે ટીમે મોટી સંખ્યામાં રેલવે પાસ બનાવ્યા હતા અને રેલવે પાસનો કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજ આપી હતી. દિવ્યાંગોને લાઇનમાં ઊભવું ન પડે અને તેમની જગ્યા ઉપર જ બેસીને પાસ બને તેવી વ્યવસ્થા દિવ્યતા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ કાસમભાઇ ખાસકેલી અને મંત્રી અરવિંદ શંભુ કોલીએ કરી હતી. દસ્તાવેજ ભેગા કરવા અને ઝેરોક્ષ કરાવી આપવાની સેવા સામખિયાળીથી આવેલા મદનલાલ અને દીપકભાઇ આહીરે આપી હતી. નવજીવન વિકલાંગ સેવાશ્રયના સ્ટાફ અને બાળકોએ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. મિન્ટુ સોલંકી, શામજી આહીર, રાણીબેન ચાવડાએ નોંધણીમાં સહયોગ આપ્યો હતો. અમૃતબેન કોલી, ગીતાબેન આહીર,નારાણ રબારી, કિશોર ચૌહાણે વ્યવસ્થા સંભાળી હતી. આભારવિધિ રામજી બી. સોલંકીએ કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer