લાયન્સ હોસ્પિટલમાં બીજા દિવસે 116 ઓપરેશન કરાયાં

લાયન્સ હોસ્પિટલમાં બીજા  દિવસે 116 ઓપરેશન કરાયાં
ભુજ, તા. 6 : કચ્છના જાણીતા દાતા બળદિયાના લક્ષ્મણભાઇ?રાઘવાણી તથા તેમના પરિવારના હરજીભાઇ રાઘવાણી અને તેમના પુત્રો કાંતિભાઇ અને માવજીભાઇના સહયોગથી આજે બીજા દિવસના કેમ્પમાં આંખના 116 સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. ડાયાલિસીસ અને આંખના ઓપરેશન માટે જાણીતી બનેલી ભુજની એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલમાં કચ્છના ખૂણે ખૂણેથી દર્દીઓ લાભ લઇ રહ્યા છે. લાયન્સ પરિવાર ભુજની લાયન્સ કલબ, લાયોનેસ કલબ અને લીઓ કલબના પ્રેસિડેન્ટ લાયન ભૂપેન્દ્ર પટેલ, લાયોનેસ રક્ષાબેન ગણાત્રા તેમજ લીઓ અનુપ કોટક તથા સભ્યોના સહકારથી આયોજન ખૂબ જ સરળ રીતે થઇ રહ્યું છે. હોસ્પિટલનો સ્ટાફ પણ?સહકાર આપે છે. લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ વધારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, હજુ તા. 4ના પણ?ઓપરેશન દાતાઓ તરફથી ચાલુ રહેશે અને દરેક દર્દીઓને દાતા તરફથી બ્લેન્કેટ પણ આપવામાં આવી રહ્યા છે તેમજ ભવિષ્યમાં પણ હોસ્પિટલને દાતા તરફથી સુરક્ષા, સહકારની ખાતરી મળી છે પ્રોજેકટ ચેરમેન લાયન શૈલેશ માણેક, ડો. ઉદય ગણાત્રા, લાયન અભય શાહ અને લાયોનેસ સેક્રેટરી નયના માણેકે કેમ્પ દરમ્યાન આયોજન સંભાળ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer