આદિપુરનો માથાભારે શખ્સ પાસા તળે સુરત જેલમાં

ગાંધીધામ, તા. 6 : આદિપુરના માથાભારે એક શખ્સની પોલીસે પાસા તળે ધરપકડ કરી તેને સુરતની જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આદિપુરના વોર્ડ-3એ, દુબઇ, સિન્ધુનગરમાં મકાન નંબર 353-એમાં રહેતા મનીષ વિનોદ મૂલચંદાણી નામના શખ્સ ઉપર હત્યા, જાનથી મારી નાખવાની કોશિશ સહિતની કલમો તળે જુદા જુદા 4થી 5 ગુના નોંધાયેલા છે. માથાભારે  ગણાતા આ શખ્સના પાસાના કાગળિયા કરી જિલ્લા સમાહર્તાને મોકલાવતાં ત્યાંથી લીલીઝંડી મળી હતી. દરમ્યાન એલસીબીએ આ શખ્સની ધરપકડ કરી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer