ગાંધીધામની 13 વર્ષીય તરુણીનું થયું અપહરણ

ગાંધીધામ, તા. 6 : શહેરના રેલવે કોલોની વિસ્તારમાં રહેતી 13 વર્ષીય તરૂણીનું કોઇ શખ્સે અપહરણ કરી નાસી ગયો હતો. શહેરના રેલવે કોલોની વિસ્તારમાં આ ચકચારી બનાવ ગત તા. 1-12ના રાત્રે 11થી મોડી રાત્રે 2 વાગ્યા દરમ્યાન બન્યો હતો. 13 વર્ષિય કિશોરી પોતાના ઘરે હતી ત્યારે કોઇ શખ્સે તેને લલચાવી ફોસલાવી તેનું અપહરણ કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે કિશોરીના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer