કિડાણામાં જમાઇએ સસરાને માર્યો માર

ગાંધીધામ, તા. 6 : તાલુકાના કિડાણામાં મદીના મસ્જિદની બાજુમાં આવેલા એકતાનગરમાં જમાઇ અને અન્ય એક શખ્સે સસરા ઉપર લાકડી વડે હુમલો કરી તેને ઇજાઓ પહોંચાડી હતી. કિડાણાના એકતાનગરમાં રહેતા અબ્દુલ ડાડુ વિન્ડા (મુસ્લિમ)ના જમાઇ એવા સાલેમામદ જુસબ ચાવડાએ પોતાની પત્ની સમીનાબેનને મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી અને તારા પિતાના ઘરેથી પૈસા લેતી આવજે તેવું કહ્યું હતું. 15 દિવસ વિત્યા છતાં ફરિયાદી એવા અબ્દુલ વિન્ડાએ પોતાની પુત્રીને પરત ન મોકલતાં તેનો જમાઇ સાલેમામદ અને જુસબ સુલેમાન ચાવડા નામના ઇસમો આ આધેડના ઘરે આવ્યા હતા. અને તેમની સાથે ઝઘડો કરી તેના માથામાં લાકડી વડે પ્રહાર કર્યા હતા. આ બનાવમાં ઘવાયેલા આધેડને સારવાર અર્થે ખસેડાયા હતા. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer