આજે સાંજથી ચૂંટણીનાં પ્રચાર પડધમ શાંત

ભુજ, તા. 6 : કચ્છમાં વિધાનસભાની ચૂંટણી અંતિમ ચરણોમાં છે અને ગુરુવાર સાંજ પછી પ્રચાર પડઘમ શાંત થવાના છે ત્યારે જિલ્લાના તમામ 1803 બૂથો ઉપર મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી તંત્ર તરફથી તૈયારીઓ કરી લેવામાં આવી છે. કચ્છની વિધાનસભાની છ બેઠક અબડાસા, ભુજ, માંડવી, ગાંધીધામ, રાપર અને અંજારમાં કુલ્લ 13 મુખ્ય ઉમેદવારોની ટક્કર છે અને તેના માટે 188 ઝોનલ રૂટ બનાવવામાં આવતાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારી-અધિકારીઓને પોલીંગ બૂથ સુધી પહોંચાડવા માટે 209 એસ.ટી. બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છની છ બેઠકો પૈકી રાપર સિવાય પાંચ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે જ્યારે રાપરમાં એન.સી.પી.એ પણ?હરીફાઇમાં ઝુકાવતાં ત્રિપાંખિયો જંગ થશે.  દરમ્યાન, અન્ય પક્ષો અને અપક્ષો મળીને બાકીના ઉમેદવારોની સંખ્યા 67 થવા જાય છે. આમ, કુલ્લ 80 ઉમેદવારોનું ભાવિ 9મી તારીખે ઇ.વી.એમ. મશિનમાં ઘડાઇ જશે. ચૂંટણી શાખા પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે અબડાસામાં 370 બૂથ?માટે 44 રૂટ, માંડવીના 279 બૂથ પર 28 રૂટ, ભુજના 293 માટે 33, અંજારના 273 પોલીંગ સ્ટેશન માટે 28, ગાંધીધામના 300 સ્થળોએ 26 અને રાપરના 288 બૂથ?માટે 29 ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ચૂંટણી શાખાના નાયબ મામલતદાર અજિતસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે કચ્છની છ બેઠકોના 14,28,706 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. તેમના જણાવ્યા પ્રમાણે 1803 બૂથ?ઉપર એટલા જ બેલેટ મશિન અને વીવીપેટની જરૂરિયાત હોય છે પરંતુ તેમ છતાં કુલ્લ અનામત રાખવા માટે 2705 મશિનના સેટ રાખવામાં આવ્યા છે. આ તમામ બૂથ?ઉપર 5865 કર્મચારી-અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે કારણ કે આ વખતે વીવીપેટ હોવાથી એક વ્યક્તિની વીવીપેટ પર પણ જરૂર હોવાથી આ માટે વધારાના મહિલા સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે. ચૂંટણી પંચે આપેલી પરવાનગી પ્રમાણે પહેલી વખત બે મહિલા કર્મચારીઓને દરેક પોલીંગ સ્ટેશને કામગીરી સોંપવામાં આવી છે. ખાસ કરીને રાપર સિવાયની તમામ પાંચેય બેઠકો ઉપર બે મહિલા કર્મચારીઓ બૂથ?પર ફરજ બજાવશે. કચ્છમાંથી કયા વિભાગ પાસેથી કેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે એ સવાલ સામે નાયબ મામલતદાર શ્રી જાડેજા કહે છે કે કુલ્લ 5865 કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. કચ્છમાં કેન્દ્ર સરકાર હસ્તકના મહિલા-પુરુષ મળીને 1005, રાજ્ય સરકારના 2854, તાલુકા પંચાયતમાંથી 1283, જિલ્લા પંચાયતના 121, નગરપાલિકાઓ પાસેથી 351, બેંક પાસેથી 1284, વીમા કંપનીના 101, પ્રાથમિક શાળાના 8528, હાઇસ્કૂલ કક્ષાના 828, ઉચ્ચ શિક્ષણ?કક્ષાએથી 1017, કોલેજના 401, યુનિવર્સિટીના 94 મળીને કુલ્લ 18,579 કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં 12559 પુરુષ અને 6020 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓમાંથી 5865ને કામગીરી સોંપવામાં આવી છે જેઓને તાલીમ પણ આપવામાં આવી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer