209 એસ.ટી. બસો ફાળવાતાં, 3 દિ'' રૂટ બંધ

ભુજ, તા. 6 : આવતી કાલ એટલે કે 7મી ડિસેમ્બરથી 9મી ડિસેમ્બર સુધી ત્રણ દિવસ એસ.ટી. બસના ભરોસે પ્રવાસ કરનારાઓને વિચારવું પડશે કારણ કે કચ્છના મોટા ભાગના તમામ લોકલ રૂટ રદ કરવામાં આવશે, બસો ચૂંટણી કામમાં રોકાયેલી હોવાના    કારણે એસ.ટી.ના વિભાગીય નિયામક ભૂપેન્દ્ર ચારોલાને એસ.ટી.ની બસો ચૂંટણીમાં   કેટલી રોકાયેલી છે એ જાણવા સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે કુલ્લ 209 ગાડીઓ ફાળવવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે કચ્છ જિલ્લાની 109 બસો જ્યારે 100 પાલનપુર વિભાગમાંથી ફાળવવામાં આવી હોવાથી કચ્છના ચૂંટણી તંત્રને આપવામાં આવશે.  124 બસો કાલે 7મીએ સવારે આપવામાં આવશે જ્યારે 85 વાહનો 8મીએ માંગવામાં આવ્યા છે. આ તમામ બસો 10મી સવારે યથાવત રૂટ પર દોડી શકે તેવી શક્યતા છે એટલે ત્રણ દિવસ કચ્છના લોકલ રૂટ બંધ કરવાની ફરજ પડશે એમ તેમણે જણાવ્યું હતું.  તમામ બસોમાં કન્ડકટર નહીં હોય માત્ર ડ્રાયવર હોવાથી ત્રણ દિવસ સુધી કન્ડકટરોને અગાઉના ઓફ-ડે અથવા તો રજા આપવામાં આવશે. આ તમામ બસો પેટે  એસ.ટી. તંત્રને કેટલી રકમ   મળશે એ સવાલ સામે   વિભાગીય નિયામકે જણાવ્યું હતું કે, ચૂંટણી તંત્ર તરફથી રૂા. 67 લાખની રકમ એડવાન્સ આપવામાં આવી છેબાકીની વધઘટ રકમછેલ્લા દિવસે માંગવામાં આવશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer