આજથી 15મી સુધી બાળકો માટે રસીકરણનો ત્રીજો રાઉન્ડ

ભુજ, તા. 6 : દરેક બાળકને જન્મવાનો અધિકાર છે તેમ તમામ જાતના રસીકરણ લેવાનો અધિકાર છે. બાળમૃત્યુ ઘટાડવા માટે કચ્છ જિલ્લામાં જે બાળકો રસીથી વંચિત રહી ગયા હોય અથવા અધૂરી રસીઓ મુકાવેલી હોય તે માટે સઘન મિશન ઇન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમ કચ્છ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો મધ્યે તા. 7/12થી તા. 15/12 સુધી ત્રીજો રાઉન્ડ યોજવા આયોજન કરવામાં આવ્યું છે વિશ્વમાં 0થી 5 વર્ષના 3 કરોડ બાળકોને રસીકરણમાં આવરી લેવાના હોય છે. જેમાંથી 17 લાખ બાળકો વંચિત રહી જાય છે. જે બાળકો રહી જાય છે જેથી બાળમૃત્યુ થાય છે. જે અન્વયે 9 લાખ બાળકો મૃત્યુ પામે છે. અગાઉ 1000 બાળકો સામે 80નો મૃત્યુદર હતો જેની સામે સઘન રસીકરણ?ઝુંબેશથી 38 મૃત્યુદર થયો છે, જે સુધારો ગણાય. બાળકોના માતા-પિતાએ પોતાના બાળકને સમયસર સંપૂર્ણ રસીકરણ કરાવવું જોઇએ. બાળકો રસીકરણથી વંચિત અથવા અધૂરું રસીકરણ કરાવવાથી મૃત્યુ પામે છે અથવા મૃત્યુ પામવાની શક્યતા વધી જાય છે. મજૂરવર્ગ, વાડી વિસ્તાર તેમજ અંધશ્રદ્ધામાં માનતા કુટુંબો રસીકરણને અસ્વીકારે છે. તેઓને આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા જિલ્લા પંચાયત કચ્છ તરફથી વિનંતી કરવામાં આવે છે કે પોતાના બાળકોને સમયસર સંપૂર્ણ રસીકરણ કરાવવામાં આવે. સઘન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના 0થી 2 વર્ષ સુધીના તેમજ સગર્ભા માતાઓ જે હજુ સુધી રસીથી વંચિત?છે તેઓ માટે આ ત્રીજા રાઉન્ડ દરમ્યાન રસી અપાવીને પોતાના બાળકને ઘાતક બીમારીઓથી બચવાનો સંપૂર્ણ અવસર છે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer