ભારતીય સંસ્કૃતિ દર્શન ફાઉન્ડેશન દ્વારા 11મીએ ભુજમાં સ્વ. રામસિંહજી રાઠોડના `સ્મૃતિ કોર્નર''નું ઉદ્ઘાટન

ભુજ, તા. 6 : અહીંના ભારતીય સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા આગામી તા. 11મીએ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ખાતે બપોરે 4-30 વાગ્યાથી `સ્મૃતિ કોર્નર'નું ઉદ્ઘાટન તથા `સબરંગ રામસંગ' કાર્યક્રમનું આયોજન કરાયું છે.ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમના સ્થાપક સ્વ. રામસિંહજી રાઠોડની 101મી જન્મજયંતી નિમિત્તે `સ્મૃતિ કોર્નર' અને `સબરંગ રામસંગ' કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં સ્વ. રાઠોડના સંગીતક્ષેત્રે સંશોધનકાર્યના પ્રયત્ન `કચ્છી રાગજી રોશનાઇ' કિશોર જોશીના સંગીત નિર્દેશન હેઠળ અને ભૈરવી સેંઘાણી તથા કલાવૃંદના સૂરના સથવારે યોજાશે.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કચ્છમિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઇ ખત્રી, મુખ્ય મહેમાન મનોજભાઇ?લોડાયા (મુંબઇ), અતિથિવિશેષ ભાવેશભાઇ?એરડા (સંયુકત સચિવ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર) રહેશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer