સમસ્ત બ્રહ્મસમાજની બેઠકમાં રાજકોટમાં થયેલા હુમલાને વખોડાયો

નેત્રા (માતાજીના), તા. 6 : રામપર સર્વા (તા. નખત્રાણા) ખાતે રવાપર તથા નેત્રા સમસ્ત બ્રહ્મસમાજની મિટિંગ સમાજને થતા અન્યાયને અવાજ આપવા યોજાઇ હતી. જેમાં રાજકોટ મતવિસ્તાર નં. 1 દીપુ રાજ્યગુરુ ઉપર થયેલ જીવલેણ હુમલા ઉપરાંત વર્તમાન ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની રાજકીય કિન્નાખોરીથી થયેલી ધરપકડને પણ વખોડાઇ હતી. સમસ્ત બ્રહ્મસમાજના એકઠા થયેલ બ્રહ્મબંધુઓએ હુમલાખોરો સામે રોષ અને વિરોધ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો હોવાનું પ્રમુખ દિનેશ જોષી, ઉપપ્રમુખ વિનોદ જોષીની યાદીમાં જણાવાયું હતું 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer