આજે સશત્ર ધ્વજદિનની ઉજવણી નિમિત્તે ઉદાર હાથે ફાળો આપવા કલેક્ટર દ્વારા અનુરોધ

ભુજ, તા. 6 : દેશ સેવાની ભાવના સાથે લડાઇના મોરચે પ્રાણની પરવા કર્યા વિના માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થવા તત્પર રહેતા જવાનો તથા શહીદોના પરિવારોની યોગ્ય કદર કરવા આવતીકાલે તા. 7ના સશત્ર ધ્વજદિને લોકોને ઉદાર હાથે ફાળો આપવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. જિલ્લા કલેક્ટર  રેમ્યા મોહન તથા સૈનિક કલ્યાણ અધિકારી એસ. કે. પટેલે જણાવ્યું છે કે,  આ ફાળો હાથોહાથ રોકડમાં અથવા ચેક/ડિમાન્ડ ડ્રાફ્ટથી કલેક્ટર અને પ્રમુખ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ-કચ્છ સશત્ર સેના ધ્વજદિનના નામનો બનાવી 114, બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-2, ભુજ ખાતે જમા કરાવવો અથવા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (મેઇન શાખા) ભુજના (0334)ના ખાતા નં. 32274658380માં કોર બેન્કીંગથી જમા કરાવી કચેરી ખાતે જાણ કરી સરકારી પહોંચ મેળવી લેવી. આ ફાળો વર્ષ દરમ્યાન 31 માર્ચ પહેલા કોઇપણ દિવસે જમા કરાવી શકાય છે. તેવું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer