ડી.પી.ટી. દ્વારા કર્મચારીઓ માટે એક દિવસ પૂર્વ નિવૃત્તિ તાલીમ યોજાઈ

ડી.પી.ટી. દ્વારા કર્મચારીઓ માટે એક  દિવસ પૂર્વ નિવૃત્તિ તાલીમ યોજાઈ
ગાંધીધામ, તા. 22 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ, અધિકારીઓ માટે એક દિવસ પૂર્વ નિવૃત્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડી.પી.ટી.ના  ઉપાધ્યક્ષ આલોકસિંઘે ઉપસ્થિત રહી તાલીમને ખુલ્લી મૂકી હતી. આગામી નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નિવૃત્ત થનાર કર્મચારીઓ, અધિકારીઓ માટેની આ તાલીમ સુસંગત હોવાનું ઉપાધ્યક્ષે જણાવી વધુમાં તેમણે કહ્યું હતું કે, જે કર્મચારીઓ નિવૃત્તિની અણીએ છે તેમણે સ્વાસ્થ્ય અને નાણાનું આયોજન કરવું અનિવાર્ય છે. પોર્ટના તબીબોને વરિષ્ઠ અધિકારીઓ સાથે વક્તા તરીકે બોલાવાયા તે બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. સ્વાગત પ્રવચનમાં સેક્રેટરી બિમલકુમાર ઝાએ જણાવ્યું કે, આવા પ્રકારની તાલીમનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે, જે કર્મીઓ અને અધિકારીઓ માટે અનિવાર્ય છે. આ વેળાએ ડેપ્યુટી કન્ઝર્વેટર ટી. શ્રીનિવાસ, એફ.એ. એન્ડ સી.એ.ઓ. ડી.એન. સોઢી, મુખ્ય મિકેનિક ઈજનેર એસ.કે. દાસ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે એલ.આઈ.સી., ટપાલ ખાતું, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઈન્ડિયા લિ., એસ.બી.આઈ. બેંકના પ્રતિનિધિઓએ પોતાની વિવિધ સ્કીમો અંગે માહિતી આપી હતી, તો ડો. એસ.બી. સૂર્યવંશીએ નિવૃત્તિ બાદ સ્વાસ્થ્ય જાગૃતિ અંગે માહિતી આપી હતી. આ તાલીમમાં પોર્ટના 35 કર્મીઓ, અધિકારીઓએ ભાગ લીધો હતો.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer