ભુજમાં વોક વે સામે તૈયાર થતા પુલના પગથિયા ક્યારે બનશે ?

ભુજમાં વોક વે સામે તૈયાર થતા પુલના પગથિયા ક્યારે બનશે ?
ભુજ, તા. 22 : શહેરમાં વોક વેની સામેના ભાગે બનેલા બે પુલિયામાંથી એકનું કાર્ય પૂર્ણ થયું છે જ્યારે એકનું કાર્ય અધૂરું હોવાથી પ્રવાસીઓને અગવડતા પડી રહી છે. ભુજમાં વોક વેની સામે તરફ એક સ્વામિનારાયણ મંદિર દ્વારા તથા એક નગરપાલિકા દ્વારા પુલ બનાવાયો છે. મંદિર દ્વારા બનાવાયેલા પુલનું કાર્ય પૂર્ણ થઇ જતાં પ્રવાસીઓ દ્વારા તેનો ઉપયોગ પણ શરૂ થઇ ગયો છે પરંતુ હમીરસરના બ્યુટિફિકેશન અંતર્ગત બનેલો પુલ અધુરો હોવાથી પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. કમસે કમ તેના પરથી નીચે ઊતરી શકાય તેવા પગથિયા સત્વરે બનાવાય તો એ પુલનો ઉપયોગ પણ શરૂ થઇ જાય તેમ હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.  નગરપાલિકા દ્વારા બનાવાયેલો પુલ લાઇટોથી સજાવાયો છે પણ પુલ પરથી ઊતરવા પગથિયા હજુ નથી બનાવાયા. જો કે, કાર્ય હજુ ચાલુ જ છે પરંતુ પ્રવાસીઓનો પ્રવાહ શરૂ જ છે ત્યારે પગથિયાં સત્વરે બનાવાય તો ઉપયોગ ચાલુ થઇ જાય તેમ છે.    

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer