ક્ષત્રિયોને દેશ સેવાનાં કાર્યો માટે હાકલ

ક્ષત્રિયોને દેશ સેવાનાં કાર્યો માટે હાકલ
કોટડા (જ) (તા. નખત્રાણા), તા. 22 : અહીં મોકરશી જાડેજા પરિવારના વંશ વૃક્ષનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. સમાજના અગ્રણી, સંતો અને મહેમાનો સાથે શોભાયાત્રા યોજી વંશ વૃક્ષ (આંબા)નું સામૈયું કરાયું હતું. આ પ્રસંગે કાનુભા કારૂભા, જેઠુભા પ્રાગજીના નેજા હેઠળ ક્ષત્રિય સમાજના પ્રમુખ પી. એમ. જાડેજા (કોટડા), ગાભુભા પ્રાગજી, જુવાનસિંહ જાડેજા (જામનગર), વેલુભા જાડેજા (નિરોણા), ભરતસિંહ રાઠોડ (ગાંધીધામ), માધુભા જાડેજા (બિબ્બર), ગોપાલજી જાડેજા (વમોટી), મનુભા પઢિયાર, પ્રવીણસિંહ જાડેજા, ગુલાબસિંહ જેઠુભા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પૂજનવિધિ દિલીપ જોશી (ખોંભડી), સુભાષ જોશી, સિદ્ધાર્થ જોશીએ કરી હતી. સંચાલન મનુભા જાડેજાએ કર્યું હતું. વ્યવસ્થા માણસંગજી જાડેજાએ સંભાળી હતી. સરપંચ પ્રેમજી ભગત, અનિલગર ગુંસાઇ હાજર રહ્યા હતા. મેડીસરના ફતુભા જાડેજાએ વ્યસનો ત્યાગી દેશસેવાનાં કાર્યો કરવા હાકલ કરી હતી. મૂળ નાન્દ્રાના હાલે જામનગર રહેતા ભટરાજ (બારોટ) લહેરીદાન દેવીદાન (દેવજી રાજા)એ જાડેજા વંશજો ઇતિહાસથી પરિચિત થાય તે માટે જીવન અર્પણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના ચાર ભાઇ?લાલદાનભાઇ (ભુજમાં પશુધન નિરીક્ષક), ત્રીજા નંબરના સ્વ. ચંદુલાલભાઇ, ચોથા દીપસંગ (જામનગર) આ કાર્યમાં સહયોગી બન્યા છે. મૂળ સાંયરાના હાલે જામનગર રહેતા અરવિંદભાઇ બારોટે સિંધના સમાનગરથી 1205માં વીર લાખા અને લાખિયાર ઁકચ્છમાં આવી રાજ કર્યું તેની વિગતો આપી હતી. તેમની પાસે આદિનારાયણથી રાજાઓનો ઇતિહાસ હોવાનું જણાવી ઇચ્છુકોને મો. 98242 71249 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત જગજીવનદાસ (બિબ્બર) અને બાલકનાથજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. રાત્રે રામા મંડળે રામાપીરનું આખ્યાન રજૂ કર્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer