ભુજમાં સ્વચ્છતા અંગે બાળકોને જાગૃત કરવાના કાર્યક્રમો યોજાયા

ભુજમાં સ્વચ્છતા અંગે બાળકોને જાગૃત કરવાના કાર્યક્રમો યોજાયા
ભુજ, તા. 22 : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતા અભિયાન સાથે ભારત લેવલે રોટરી ક્લબે હાથ મિલાવી 1થી 15 સપ્ટેમ્બર દરમ્યાન સ્વચ્છ પખવાડિયાની ઉજવણી થઇ હતી. રોટરી ક્લબના અભિયાન અંતર્ગત ભુજની વોલસિટી ક્લબ દ્વારા શિક્ષકદિન નિમિત્તે સવારે જાણીતી ઇન્દિરાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલમાં `મારા સ્વપ્નનું સ્વચ્છ ભારત'?વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 9 અને 10 તથા ધો. 11 અને 12ની વિદ્યાર્થિનીઓ વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ધો. 11 અને 12માં સંયુક્ત રીતે પ્રથમ ભાવાણી નિકિતા હરેશભાઇ, દ્વિતીય આંઠુ હેન્સી રમેશભાઇ તથા તૃતીય ડાંગર નંદની યોગેશભાઇ રહ્યા હતા. તો ધો.  9 અને 10મા સંયુકત રીતે પ્રથમ જાડેજા અંજલિબા હિંમતસિંહ, દ્વિતીય મકવાણા અંજલિ કિશોરભાઇ તથા તૃતીય બળિયા નિશા નારણભાઇ રહ્યા હતા. આ જ દિવસે બપોર બાદ ભુજના ગણેશનગર મધ્યે આવેલી શાળા નં. 20 મધ્યે ધો. 1થી 5 તથા ધો. 6થી 8 માટે ચિત્ર સ્પર્ધા ઉપરાંત ધો. 6થી 8 માટે બાલકવિ સ્પર્ધા પણ યોજાઇ હતી, જેની સાથેસાથે ધો. 6થી 8 માટે નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.નાના બાળકોનો  સ્વચ્છતાની જાણકારી મેળવવા અંગેનો ઉત્સાહ નોંધનીય હતો. ધો. 6થી 8ની ચિત્ર સ્પર્ધા જેનો વિષય `મારા સ્વપ્નનું સ્વચ્છ ભારત' હતો, જ્યારે નિબંધ સ્પર્ધાનો વિષય `સ્વચ્છ ભારત માટે હું શું કરી શકું ?' આ ત્રણેય સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. આ બંને સ્કૂલના વિજેતાઓને રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. ક્લબના પ્રમુખ ભરત લોહાર, મંત્રી જયેશ જોષીએ ઇન્દિરાબાઇ ગર્લ્સ સ્કૂલના આચાર્યા એસ.કે. ઠક્કર તથા શાળા નં. 20ના પ્રિન્સિપાલ  રીટાબેન ઠક્કરનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમોમાં ક્લબ વતી વિદ્યાર્થિનીઓને શપથ લેવડાવનારા પ્રોજે. ચેરમેન અમર મહેતા સાથે ધર્મેશ મહેતા, રાજન વોરા, આનંદ મોરબિયા, સ્મિત જેઠી, હિતેન જોષી, ભાવિક શેઠ,  સ્મિત શાહ તથા દત્તુ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer