માધાપરના વિકલાંગ વિહાર કન્યાકુંજ કેળવણી સંસ્થામાં ગરમ વત્રોનું વિતરણ

માધાપરના વિકલાંગ વિહાર કન્યાકુંજ  કેળવણી સંસ્થામાં ગરમ વત્રોનું વિતરણ
ભુજ, તા. 22 : અહીંની મંગલદીપ જીવદયા સમિતિ દ્વારા માધાપરના નવચેતન અંધજન મંડળ વિકલાંગ વિહાર કન્યાકુંજ કેળવણી સંસ્થાનમાં ગરમ વત્રોનું વિતરણ કરાયું હતું. સમિતિના અધ્યક્ષ ફુલેશભાઇ માહેશ્વરી, પંકજકુમાર વ્યાસ, મેહુલભાઇ માહેશ્વરીએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. ફુલેશભાઇએ  લોકોને જાહેર અનુરોધ કર્યો હતો કે, જૂના વત્રો, ગરમ વત્રો, જૂના વાસણો, જૂના રમકડાંઓ, પસ્તીઓ, જૂના પાઠયપુસ્તકો, પ્લાસ્ટિકના કેરબા વગેરે નાના-મોટા આપના ઘરમાં હોય તો એરિયા મુજબ અમારા ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિની બીજી પાંખ મંગલદીપ જીવદયા સમિતિના કાર્યકરોનો સંપર્ક કરી ગરીબોને પહોંચાડી મદદરૂપ બનજો જેમાં પરેશભાઇ માહેશ્વરી-98250 57213, હિતેશભાઇ નંદા (98249 63919, બ્રિજેશભાઇ ગણાત્રા 98796 48048 વગેરેનો સંપર્ક કરવો.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer